________________
‘પરમાત્મામાં જીવાત્માના લયને ત્રિદંડીઓ મુક્તિ કહે છે. લિાવ્યયંસ્વરૂપ લય એ મતમાં વર્ણવાય છે-તે ઈષ્ટ છે, જીવના નાશ સ્વરૂપ લય માત્ર ઈષ્ટ નથી.''-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પરમ્રાત્મામાં જીવાત્માનું વિલીન થવું : એને ત્રિદંડીમતમાં મુક્તિ તરીકે વર્ણવાય છે. એ મતમાં જીવાત્માનો લય, લિગ્નના વ્યય સ્વરૂપ છે-એ અમારા જૈનોના મતમાં પણ માન્ય છે.
સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને શ્રવણ : આ પાંચ જ્ઞાનેન્દ્રિય છે. વાગ્, પાણિ, પાદ, પાયુ અને ઉપસ્થ : આ પાંચ કર્મેન્દ્રિયો છે અને મન-એમ અગિયાર ઈન્દ્રિયો છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ-આ પાંચ મહાભૂતો છે. એ બધા; ભેગા થઈને સૂક્ષ્મમાત્રા વડે જીવાત્મામાં સુખ-દુ:ખના અવચ્છેદક(ગ્રાહક) બને છે. તે બધાને એ મતમાં લિઙ્ગ કહેવાય છે. તેનો વ્યય થવાથી અર્થાર્ સ્વકાર્યથી નિવૃત્ત(ઉપરત) થવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. પરમાર્થથી નામકર્મનો ક્ષય થવાથી લિ વ્યયસ્વરૂપ લય અમારા મતમાં સદ્ગત છે. લિવ્યયસ્વરૂપ લેય જીવનાશસ્વરૂપ માનવાનું ઈષ્ટ નથી. કારણ કે શરીરસ્વરૂપ ઉપાધિના નાશથી ઉપાધિવિશિષ્ટ જીવનો નાશ, કામનાનો વિષય નથી. તેથી તત્સ્વરૂપ મોક્ષ માની શકાશે નહિ. મોક્ષ તો પુરુષની કામનાનો વિષય(પુરુષાર્થ) છે. આથી સ્પષ્ટ છે કે લિşવ્યયસ્વરૂપ જ (લિનાશ સ્વરૂપ જ) જીવલય છે. જીવનાશસ્વરૂપ જીવલય નથી. પરંતુ એ પ્રમાણે લિગ્નનાશ
૨૪