________________
વિવર્તમાન અર્થાત્ પ્રત્યેક ક્ષણે બીજા બીજા પર્યાયના ભાજન બનનારા જે જ્ઞાનના વિષયભૂત પદાર્થો છે, તે પદાર્થોની અપેક્ષાએ અન્વયી(ત્રિકાલવૃત્તિ)દ્રવ્યસ્વરૂપ આશ્રય હોતે છતે; ઉપર જણાવ્યા મુજબ મુકિત(આલયવિજ્ઞાનધારાસ્વરૂપ મુકિત)માનવામાં અમારી (જેનોની) માન્યતા પ્રમાણે પર્યાયનયની દેશના વિજય પામે છે. કારણ કે સર્વથા દ્રવ્યના અસ્તિત્વનું નિરાકરણ જેમાં છે એવા બૌદ્ધસિદ્ધાંતનો પરમાર્થથી પર્યાયાર્થિનમાં સમાવેશ થાય છે. એ પ્રમાણે સંમતિતમાં જણાવ્યું છે કેશુદ્ધોદન રાજાના પુત્ર એવા ગૌતમબુદ્ધનો મત એકાંતે પર્યાયનયમાં સમાવિષ્ટ છે. અર્થાત્ એ મત પર્યાયનયનો વિકલ્પ છે. ૩૧-૧૦ના
મુક્તિના વિષયમાં જ અન્ય મતનું નિરાકરણ કરાય
છે
स्वातन्त्र्यं मुक्तिरित्यन्ये, प्रभुता तन्मदः क्षयी । अथ कर्मनिवृत्तिश्चेत्, सिद्धांतोऽस्माकमेव सः ॥३१-११।।
શ્લોકાઈ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે કેટલાક વિદ્વાનો સ્વતંત્રતાને મોક્ષ કહે છે. એ સ્વતંત્રતા જો પ્રભુતા
સ્વરૂપ હોય અથ સ્વચ્છંદતાસ્વરૂપ હોય તો તે એક પ્રકારનો મદ(અહંકાર) છે. કારણ કે તાદશ મદ ક્ષય પામવાનો છે. આવા ક્ષય પામવાના સ્વભાવવાળો મોક્ષ કોઈને પણ ઈષ્ટ નહિ બને. કર્મની નિવૃત્તિના કારણે કર્મની