________________
થવાનો નથી, તેમની જેમ જ હું પણ જો મોક્ષમાં જવાનો ના હોઉ તો મારું આ પરિવ્રાજકપણું નિષ્ફળ થશે.' આ આશંકા મુમુક્ષુ આત્માના યોગની સાધનાનો પ્રતિબંધ કરનારી બને છે. આવી શઠ્ઠા જ મોક્ષની સિદ્ધિના અભાવની (વિપક્ષની) બાધક છે. આ પ્રમાણે તૈયાયિકોનું જે કથન છે તે બરાબર નથી : એ પ્રમાણે આગળ જણાવાય છે. ||૩૧-૪
નૈયાયિકોએ જણાવેલી વાતની અયુક્તતા જણાવાય છે
नैवं शमादिसम्पत्त्या, स्वयोग्यत्वविनिश्चयात् । न चान्योन्याश्रयस्तस्याः, सम्भवात् पूर्वसेवया ॥३१-५॥
આ પૂર્વે જણાવ્યા મુજબ યોગની સાધના અટકી ના પડે : એ માટે તૈયાયિકોએ સર્વ જીવોની મુક્તિનું સાધક પ્રમાણ જણાવ્યું છે. તેના જવાબમાં જણાવવાનું કે “એ વાત યુક્ત નથી. શમ, દમ વગેરે ગુણોની પ્રાપ્તિ દ્વારા પોતાની યોગ્યતાનો સારી રીતે નિશ્ચય થઈ જાય છે. યોગની પૂર્વસેવાથી સમાદિ ગુણોની પ્રાપ્તિ થતી હોવાથી અન્યોન્યાશ્રય દોષ પણ આવતો નથી.” આ પ્રમાણે પાંચમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
આશય એ છે કે આ પૂર્વે વિપક્ષબાધક તરીકે યોગની સાધનાનો જે પ્રતિબંધક તમારા(નૈયાયિક) દ્વારા કહેવાય છે તે બરાબર નથી. કારણ કે શમ, દમ અને