Book Title: Mukti Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ એતદન્યતર સંબંધથી દુ:ખપ્રાગભાવના અનાધારની વિવક્ષા કરીએ તો ઉક્ત અન્યતર સંબંધથી આત્મા, દુ:ખપ્રાગભાવનો અનાધાર ન હોવાથી અર્થાતર નહીં આવે. પરંતુ તાદશાન્યતર સંબંધથી દુ:ખપ્રાગભાવના અનાધાર તો ઘટપટાદિ પણ છે અને ત્યાં દૈશિક-કાલિકાન્યતર-વિશેષણતા-સંબંધથી દુ:ખધ્વંસ વૃત્તિ છે. તેના પ્રતિયોગી દુ:ખમાં દુ:ખત્વ વૃત્તિ હોવાથી અર્થાંતરનો ઉદ્ધાર થતો નથી. આથી સ્પષ્ટ છે કે અર્થાતરના નિવારણ માટે ઉક્તાન્યતર સંબંધનો નિવેશ કરીએ તોપણ તે સંબંધઘટિત વ્યાપ્તિના ગ્રહનો સંભવ નથી...ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. ।।૩૧-૩ ઉપર જણાવ્યા મુજબના વ્યામિગ્રહાસંભવને જ સ્પષ્ટ રીતે જણાવાય છે विपक्षबाधकाभावादनभिप्रेतसिद्धित: । अन्तरैतदयोग्यत्वाशङ्का योगाऽपहेति चेत् ॥ ३१-४॥ ‘‘વિપક્ષબાધક તર્કનો અભાવ હોવાથી અને અનભિપ્રેત સિદ્ધિ થવાથી (શ્લો.નં. ૩માં જણાવ્યા મુજબ) વ્યાપ્તિગ્રહ થતો નથી. ‘પ્રકૃતસાધ્યની સિદ્ધિ વિના અયોગ્યત્વની શઠ્ઠા યોગની સાધનાની પ્રતિબંધક બનશે.' આ જ વિપક્ષબાધક છે. આ પ્રમાણે નૈયાયિકો કહે તો (તે બરાબર નથી... એ પાંચમા શ્લોકમાં જણાવાશે.)''-આ પ્રમાણે ચોથા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે વિપક્ષમાં હેતુ હોય તોપણ ૧૬

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66