________________
સ્વરૂપસંબંધથી (સ્વરૂપ-સંબંધાવચ્છિન્નરૂપે) નિવેશ કરાય તો બાધ દોષ આવે છે. કારણ કે તાદશ અભાવીય વિશેષણાત્મક સ્વરૂપસંબંધથી દુ:ખનો દવંસ, દુ:ખના સમવાયિકારણ આત્મામાં જ નૈયાયિકોએ માન્યો છે. તેથી મહાપ્રલયકાળની સિદ્ધિ ન થવાથી તદ્ઘટિત સાધ્યની પણ સિદ્ધિ નહિ થાય, જેથી પક્ષમાં સાધ્ય બાધિત થવાથી બાધ આવે છે.
તે બાધદોષના નિવારણ માટે તાદશ દુખધ્વસનિષ્ઠ વૃત્તિતા, કોઈ પણ સંબંધથી અર્થી સંબંધસામાન્યાવચ્છિન્ન લેવામાં આવે તો અર્થાતરદોષનો ઉદ્ધાર નહિ થાય. કારણ કે દુ:ખપ્રાગભાવના અનાધારભૂત આકાશાદિમાં પણ વ્યભિચારિતાદિ-સ્વાભાવવવાદિ સંબંધથી દુ:ખધ્વસ વૃત્તિ હોવાથી મહાપ્રલયકાલના બદલે આકાશાદિ પણ સિદ્ધ થશે. સ્વદુ:ખધ્વંસ, સ્વાભાવિક દુ:ખધ્વસાભાવ, સ્વાભાવવ–આકાશાદિ, સ્વાભાવવત્ત્વ આકાશાદિમાં હોવાથી સ્વાભાવવત્વસંબંધથી દુ:ખધ્વસ પણ આકાશાદિમાં છે.
યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ તાદશદુ:ખધ્વંસનિષ્ઠવૃત્તિતા સંબંધસામાન્યથી લેવાના બદલે કાલિક અને દેશિક : એતદન્યતરવિશેષણાત્મક (કાલિક અને સ્વરૂપએતદન્યતર) સંબંધથી લઈએ, અથાત્ તાદશા તર સંબંધાવચ્છિન્ન લઈએ તો આકાશાદિની સિદ્ધિ નહિ થાય. કારણ કે આકાશાદિમાં કાલિક કે દૈશિક વિશેષણતાસંબંધથી તાદશ દુઃખધ્વંસવૃત્તિ નથી. તેથી આકાશાદિથી અર્થાતર