________________
સાધ્ય ન હોય ત્યારે સાધ્યાભાવનો બાધક અનુકૂળ તર્ક ન હોવાથી વ્યાતિગ્રહ થતો નથી. પર્વતમાં ધૂમને લઈને જ્યારે વહિને સિદ્ધ કરાય છે ત્યારે કોઈ એમ કહે કે પર્વતમાં ધૂમહેતુ ભલે રહ્યો પણ તેથી ત્યાં વહિને માનવાની આવશ્યકતા નથી. અર્થાત્ સાધ્યાભાવવ૬વિપક્ષ)માં હેતુ રહી શકે છે. આવી શટ્ટાને દૂર કરવાનું કાર્ય તર્ક કરે છે. પર્વતમાં જો વતિ ન હોય તો વહિજન્ય ધૂમ પણ ન હોવો જોઈએ અથઃ વહિ-ધૂમનો જન્યજનકભાવ (કાર્યકારણભાવ) નહિ મનાય : આ તર્ક છે, જે વ્યભિચારની શંકાને દૂર કરે છે. આવો વિપક્ષબાધક અનુકૂળ તક પ્રકૃત સ્થળે નથી. તાદશ દુઃખત્વમાં સત્કાર્યમાત્રવૃત્તિત્વ ભલે રહ્યું પરંતુ તાદશદુ: ખāસપ્રતિયોગિવૃત્તિત્વ માનવાની આવશ્યક્તા નથી. આવી વ્યભિચારની શઠ્ઠાદિના નિવારણ માટે કોઈ જ અનુકૂળ તર્ક નથી. તેથી વ્યાતિમાં પણ શંકા જન્મે છે. જેથી પ્રકૃતાનુમાનના સ્થાને એવું પણ અનુમાન કરી શકાય છે કે તાદશ દુ:ખત્વ; કાલાન્યવૃત્તિધ્વંસપ્રતિયોગીમાં વૃત્તિ છે; કારણ કે તે સત્કાર્યમાત્રમાં વૃત્તિ છે. दुःखत्वं कालान्यवृत्तिध्वंसप्रतियोगिवृत्ति सत्कार्यमात्रवृत्तित्वाद् રીપત્વવત્ આ અનુમાનથી અભિપ્રેત પ્રલયકાલાદિથી અન્ય આત્માદિની સિદ્ધિ થવાથી સર્વ જીવોની મુક્તિ સિદ્ધ નહીં થાય.
આ અંગે તૈયાયિકો દ્વારા એમ કહેવામાં આવે કે બધા જીવોની મુક્તિની સિદ્ધિ ન થાય તો પોતાના આત્માની અયોગ્યતાની આશઠ્ઠા જન્મશે. જે જીવોનો ક્યારે ય મોક્ષ