________________
નહીં આવે. પરંતુ દુ:ખપ્રાગભાવના અનાધાર કાલોપાધિ સ્વરૂપ ઘટાદિમાં કાલિકવિશેષણાત્મસંબંધથી દુઃખધ્વસ વૃત્તિ હોવાથી કાલોપાધિને લઈને અર્થાતરદોષનો ઉદ્ધાર નહિ થાય. તેના ઉદ્ધાર માટે કાલિકસંબંધથી દુ:ખપ્રાગભાવના અનાધારની(અનધિકરણની) વિવક્ષા કરીએ તો ઘટાદિમાં કાલિકસંબંધથી દુ:ખપ્રાગભાવ વૃત્તિ જ હોવાથી ઘટાદિનું ગ્રહણ જ નહિ થાય. તેથી તેને લઈને અર્થાતરદોષનો તો પ્રસંગ નહીં આવે. પરંતુ દષ્ટાંતાસિદ્ધિ દોષ આવશે. કારણ કે દીપમાં કાલિકસંબંધથી દુઃખનો પ્રાગભાવ હોવાથી તેનું પણ ગ્રહણ નહીં થાય.
યદ્યપિ દષ્ટાંતાસિદ્ધિનું નિવારણ કરવા માટે દુઃખપ્રાગભાવનું અનધિકરણ મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટ કાલિક સંબંધથી લઈએ તો તે સંબંધથી દુઃખપ્રાગભાવ કાળમાં જ વૃત્તિ છે. કાલોપાધિસ્વરૂપ દીપ વગેરેમાં તે વૃત્તિ નથી. તેથી દીપક દુ:ખપ્રાગભાવનો અનાધાર હોવાથી દષ્ટાંતાસિદ્ધિ નહીં થાય. પરંતુ એ રીતે તો આત્મા સિદ્ધ થવાથી અર્થાતરદોષ અવસ્થિત જ રહે છે. કારણ કે મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટ કાલિકસંબંધથી દુ:ખપ્રાગભાવનો આધાર કાલ જ છે, આત્મા નથી. તેથી દુઃખપ્રાગભાવના અનાધાર આત્મામાં દૈશિકવિશેષણાત્મક(સ્વરૂ૫) સંબંધથી વૃત્તિ એવા દુઃખધ્વસના પ્રતિયોગી દુઃખમાં દુઃખત્વ વૃત્તિ હોવાથી મહાપ્રલયકાલના બદલે આત્માની સિદ્ધિ થશે. આ રીતે પ્રાપ્ત થયેલા અર્થાતરના નિવારણ માટે મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટ કાલિકવિશેષણતા અને દૈશિકવિશેષણતા :