Book Title: Mukti Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ તેથી તે સ્વરૂપે દુ:ખત્વમાં સાધ્યસિદ્ધિ થતી ન હોવાથી અર્થાતરનો પ્રસંગ આવતો નથી, પરંતુ જ્યાં સુધી બાધનું સ્ફુરણ ન થાય ત્યાં સુધી અર્થાંતરદોષનો પ્રસંગ છે જ. ઉપર જણાવ્યા મુજબ વિશેષણનું ઉપાદાન કરવાથી ચોક્કસ જ બાધનું સ્મરણ થવાથી અર્થાતરદોષ નહીં આવે. તેથી સ્પષ્ટ છે કે નિયત બાધનું સ્ફુરણ કરાવવા દ્વારા ઉપર જણાવેલું વિશેષણ સાર્થક છે... ઈત્યાદિ ભણાવનાર પાસેથી સમજી લેવું. ‘અવૃત્તિવું:હત્ત્વમ્' આ પ્રમાણે દુ:ખત્વનું માત્ર અવૃત્તિત્વ વિશેષણ આપવામાં આવે તો દુ:ખમાં દુ:ખત્વ વૃત્તિ હોવાથી દુ:ખત્વમાં અવૃત્તિત્વ અપ્રસિદ્ધ હોવાથી આશ્રયાસિદ્ધિદોષ આવશે. પક્ષતાવચ્છેદકના (પક્ષના વિશેષણના) અભાવવાળો પક્ષ હોય ત્યારે આશ્રયાસિદ્ધિ દોષ આવે છે. સપ્રતિયોશિન્યવૃત્તિમત્ત્વ માત્ર દુ:ખત્વનું વિશેષણ આપવામાં આવે તોપણ આશ્રયાસિદ્ધિદોષ આવે છે. કારણ કે દુ:ખધ્વંસના પ્રતિયોગી દુ:ખમાં દુ:ખત્વ વૃત્તિ જ છે. દુ:ખત્વનું ાાન્યવૃત્તિધ્વંસંપ્રતિયોશિન્યવૃત્તિમવ વિશેષણ આપવામાં આવે તોપણ આશ્રયાસિદ્ધિદોષ આવે છે. કારણ કે કાલાન્ય આત્મામાં વૃત્તિ દુ:ખધ્વંસના પ્રતિયોગી દુ:ખમાં દુ:ખત્વ વૃત્તિ જ છે. આવી જ રીતે દુ:ખત્વનું જ્ઞાત્માન્યવૃત્તિöસપ્રતિયોળિયવૃત્તિમત્ત્વ વિશેષણ આપવામાં આવે તોપણ આશ્રયાસિદ્ધિ સ્પષ્ટ છે. કારણ કે આત્માને છોડીને અન્ય કાલાદિમાં કાલિકસંબંધથી દુ:ખધ્વંસ વૃત્તિ છે. તેના પ્રતિયોગી દુ:ખમાં દુ:ખત્વ વૃત્તિ જ છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66