________________
પ્રમાણે બીજા શ્લોકનો અક્ષરાર્થ છે. જેનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે-અસુખ એટલે દુઃખ, તેનો જે પ્રાગભાવ, તેનો અનાધાર(અનધિકરણ) મહાપ્રલયકાળ, એમાં રહેનારો જે ધ્વસ તે દુઃખનો ધ્વંસ, તેના પ્રતિયોગી એવા દુઃખમાં દુ:ખત્વ(તાદશ દુખત્વ) વૃત્તિ હોવાથી તાદશદુ:ખત્વમાં દુખપ્રાગભાવાનાધારવૃત્તિāસપ્રતિયોગિનિરૂપિત વૃત્તિતા(સાધ્ય) છે.
માત્ર વૃત્તિમત્ત્વ (વૃત્તિતા)ને સાધ્ય માનવામાં આવે તો દુ:ખ(તાદશ દુખત્વ)રૂપ પક્ષમાં દુ:ખનિષ્ઠાધિકરણતા-નિરૂપિત વૃત્તિતા સિદ્ધ જ હોવાથી સિદ્ધસાધન દોષ આવે છે. પ્રતિપક્ષી જેને માનતા નથી, તે અસિદ્ધને સાધ્ય બનાવાય છે. અન્યથા પ્રતિપક્ષીને જે સિદ્ધ છે તેને સિદ્ધ કરવામાં સિદ્ધસાધનદોષ પ્રાપ્ત થાય છે. ‘પ્રતિયોગિવૃત્તિત્વ'માત્રને સાધ્ય માનીએ તોપણ સિદ્ધસાધન આવે છે. કારણ કે દુ:ખના અત્યન્તાભાવના પ્રતિયોગી દુઃખનિરૂપિત વૃત્તિતા દુ:ખત્વમાં છે જ. “áસપ્રતિયોગિવૃત્તિત્વને સાધ્યરૂપે માનવામાં આવે તોપણ ‘સિદ્ધસાધન દોષ આવે છે. કારણ કે પ્રતિપક્ષી(મોક્ષ ન માનનારા) દુ:ખધ્વસને સ્વીકારતા હોવાથી તત્વતિયોગિદુ:ખનિરૂપિતવૃત્તિતા તાદશ દુ:ખત્વમાં (પક્ષમાં) સિદ્ધ જ છે.
સાધ્યઘટક દવંસના વિશેષણ તરીકે માત્ર પ્રાગભાવાનાધારવૃત્તિત્વનો નિવેશ કરવામાં આવે અર્થાત્ પ્રાગભાવાનાધારવૃત્તિ-ધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વને સાધ્ય તરીકે માનવામાં આવે તો ત્રીજા શ્લોકમાં જણાવેલા દીપત્વ