Book Title: Mukti Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ સ્વરૂપ દષ્ટાંતમાં અસિદ્ધિ આવે છે. અર્થાદ્દષ્ટાંત તરીકે દીપત્વને માની હ્કાશે નહિ. કારણ કે દીપધ્વંસના અધિકરણ પ્રદીપના અવયવોમાં પ્રદીપનો પ્રાગભાવ હોવાથી ‘દીપત્વ’માં દીપપ્રાગભાવના આધારભૂત દીપાવયવ-વૃત્તિ દીપöસપ્રતિયોગિદીપનિરૂપિત વૃત્તિત્વ છે. પ્રાગભાવના અનાધારભૂતવૃત્તિધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વ નથી. તેથી દૃષ્ટાંત દીપત્વમાં સાધ્યસિદ્ધિ ન હોવાથી દષ્ટાંતાસિદ્ધિ આવે છે. તેના નિવારણ માટે દુ:હપ્રભાવ...ઈત્યાદિનો નિવેશ છે. પ્રદીપના અવયવો દુ:ખપ્રાગભાવના અનાધાર હોવાથી દૃષ્ટાંત સસ્કૃત છે. યદ્યપિ દષ્ટાંતાસિદ્ધિના નિવારણ માટે દુ:ખપ્રાગભાવના સ્થાને માત્ર દુ:ખનો નિવેશ કરવાથી પણ ચાલે એવું છે. કારણ કે દુ:ખના અનાધાર જ પ્રદીપના અવયવો છે. પરંતુ તેથી મહાપ્રલયના બદલે ખંડપ્રલયની સિદ્ધિ થવાથી અર્થાંતરદોષની પ્રાપ્તિ થાય છે. આશય એ છે કે અહીં મોક્ષની સિદ્ધિ માટે ઉપર જણાવેલા અનુમાનનો ઉપન્યાસ કર્યો છે. એ અનુમાનથી દુ:ખપ્રાગભાવના અનાધાર સ્વરૂપે મહાપ્રલયની સિદ્ધિ થાય છે. એથી સર્વજીવોની મુક્તિ સિદ્ધ થાય છે. મહાપ્રલયના સ્થાને જો ખંડપ્રલયની સિદ્ધિ થાય તો બધા જીવોની મુક્તિ સિદ્ધ નહિ થાય. ખંડપ્રલયમાં દુ:ખનો ધ્વંસ થતો હોવાથી દુ:ખના અનાધારભૂત ખંડપ્રલયમાં વૃત્તિ એવા દુ:ખધ્વંસના પ્રતિયોગિ-દુ:ખનિરૂપિત વૃત્તિત્વ દુ:ખત્વમાં છે જ. આ રીતે ખંડપ્રલયની સિદ્ધિ થવાથી અર્થાતરની પ્રાપ્તિ થાય છે. 40

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66