Book Title: Moksh marg prakashak kirano Part 2
Author(s): Todarmal Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય ત્રીજી આવૃત્તિ પ્રસંગ શ્રીમાન પંડિત પ્રવર શ્રી ટોડરમલજીએ “મોક્ષમાર્ગ પ્રકાશક” ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથને સૂર્યની ઉપમા આપી છે, સૂર્યની જેમ તે મોક્ષમાર્ગને પ્રકાશિત કરે છે. આ ગ્રંથમાં લેવામાં આવેલ વિષયો ઉપર પૂ. ગુરુદેવશ્રીએ બે વખત અપૂર્વ પ્રવચનો આપેલ છે; પ્રથમ ઈ. સ. ૧૯OO (સંવત ૨OOO ) માં અને બીજી વખત ઈ. સ. ૧૯૫ર (સંવત ૨OO૮) માં તેમાં અલૌકિક ભાવોના રહસ્યોનું ઉદ્ઘાટન કરેલ છે. આ બન્ને વખતના પ્રવચનોમાંથી ઈ. સ. ૧૯૪૪માં પ્રવચનો, પુસ્તક આકારે “મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણો ભાગ-૧ તથા ભાગ-ર પ્રકાશિત થઈ ચુક્યા હતા; પહેલા ભાગમાં અધિકાર ૧ થી ૬ અને બીજા ભાગમાં અધિકાર ૭નો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બન્ને ભાગો ઉપલબ્ધ નહિ હોવાથી તેની દ્વિતીય આવૃત્તિ આ સંસ્થા તરફથી પ્રકાશન કરવામાં આવી છે. બીજા ભાગથી એટલે અધિકાર સાતમા ઉપરના પ્રવચનોની દ્વિતિય આવૃત્તિ હાલે ઉપલબ્ધ રહેવા પામી નથી એટલે આ ત્રીજી આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવે છે. અધિકાર ૮ તથા ૯ ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોનું પણ ભાગ ત્રીજારૂપે આ સંસ્થાએ પ્રકાશન કરેલ છે. આ રીતે મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્રના બધા અધિકારો ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો મુમુક્ષુ સમાજને ત્રણ ભાગમાં ઉપલબ્ધ થાય છે. આશા છે કે મુમુક્ષુ સમાજ આનો બહોળા પ્રમાણમાં લાભ લેશે. પૂ. ગુરુદેવશ્રીની સરળ- ભાવવાહી- હૃદયસ્પર્શી શૈલીથી તો સમાજ પરિચિત છે જ. એ રીતે આ મહાન કલ્યાણકારી ગ્રંથમાં રહેલા અતિશય ગુઢ આશયો સમજવામાં આ ત્રણ ભાગો સહાયરૂપ થશે. આશા છે કે આ પુસ્તક મુમુક્ષુ સમાજને ઉપયોગી થશે. શ્રી કહાનગુરુ સત સાહિત્ય ગ્રંથમાળા પ્રકાશન સમિતિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 312