________________
T સમ્ય દર્શન ચિત્ત
વીતરાગ ચિત્ત - ચિત્તના અનેક પ્રકાર અને અનેક કક્ષાઓ બને છે. ચિત્તના અનેક પ્રકાર મહર્ષિ પતંજલિએ પણ કર્યા છે. સાંખ્યદર્શનમાં પણ ચિત્તની અવધારણા છે. જૈન દર્શનમાં ચિત્ત અને મન બંનેની અવધારણા છે. તેમની અવધારણા સાંખ્યદર્શનમાં નથી એવું નથી. પરંતુ તેમનું જૈન દર્શનમાં વ્યાપક વિશ્લેષણ થયું છે. મહર્ષિ પતંજલિ અથવા પાતંજલ યોગ દર્શનના ભાગ્યકાર વ્યાસે ચિત્તનાં ત્રણ રૂપ બતાવ્યાં છે – મિથ્યા ચિત્ત, પ્રવૃત્તિ ચિત્ત અને સ્મૃતિ ચિત્ત. એ ચિત્ત કે જેમાં રજોગુણ અને તમોગુણની અસર છે તે મિથ્યા ચિત્ત છે. તેને ઐશ્વર્ય, સત્તા અને અધિકાર પ્રિય હોય છે. પ્રવૃત્તિ ચિત્તમાં તમોગુણની પ્રધાનતા હોય છે. આસક્તિ, મૂચ્છ, મોહ – આ બધું પ્રવૃત્તિ ચિત્તમાં થાય છે. સ્મૃતિ ચિત્ત એ છે કે જ્યાં તમોગુણ અને રજોગુણ સમાપ્ત થઈ જાય છે. વૈરાગ્ય, અનાસક્તિ વગેરે અનેક ગુણોનો ઉદ્ભવ અને | પ્રલય થાય છે. ધંગની અવધારણા
ફ્રોઈડે ચિત્તને માઈન્ડ સુધી સીમિત રાખ્યું પરંતુ મૂંગે માઈન્ડ અને સાઈક એવા બે વિભાગ કર્યા. ફ્રોઈડે મનના ચેતન અને અવચેતન એવા બે સંવિભાગ સ્વીકાર્યા. મૂંગે ચિત્તના બે સંભાગ સ્વીકાર્યા - ચેતન અને અચેતન. આ બંને વચ્ચે જે એકતા છે તે ચિત્ત છે. મૂંગે ચિત્તનું ખૂબ સરસ વિશ્લેષણ કર્યું છે. ઉદયપુરમાં એક બહુ મોટા વિદ્વાન હતા ડૉ. ભવાનીશંકર ઉપાધ્યાય. તેમણે મૂંગે વિષે પુસ્તક લખ્યું “કાલે ગુસ્તાવ મૂંગ વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન વાસ્તવમાં મૂંગની અવધારણાની મીમાંસા અને વિશ્લેષણ કરીએ તો એમ લાગે છે કે તેઓ ચિત્તની નજીક પહોંચ્યા હતા.
આપણે ચિત્ત વિશે વિચાર કરીએ. પહેલો પ્રશ્ન છે – જાણનાર કોણ છે ? જ્ઞાતા કોણ છે ? આપણે મનને જાણનાર પણ નથી કહી શકતા અને અનુભવ કરનાર પણ નથી કહી શકતા. જાણવું અને હું અનુભવ કરવો, જ્ઞાન અને વિજ્ઞાનનો જે મૂળ આધાર છે. તે મન નો ન હોઈ શકે. મનની પ્રકૃતિ અલગ છે. મન ચંચળ છે, અસ્થાયી છે.
. મહાવીરનું આયેયણાસ્ત્ર ૧૩ ડોલરનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org