________________
આપણે કોઈ શાસ્ત્ર સાથે બંધાયેલા ન રહીએ. પ્રત્યક્ષ લાભ થઈ રહ્યો હોય તો એનો અસ્વીકાર ન કરીએ. પ્રશ્ન એ છે કે શરીર પર્યાપ્તિમાં અવરોધ કયારે આવે છે ? બીમારી દ્વારા જ અવરોધ આવે છે. બીમારીને પેદા કરનાર ભોજન દ્વારા અવરોધ આવે છે. અસંયમ દ્વારા અથવા તો વૃત્તિઓની અધિક ઉત્તેજના દ્વારા પણ અવરોધ પેદા થાય છે. પ્રાચીન ભાષામાં કહી શકાય કે નાભિનું સ્થાન કાયમૂહનું સ્થાન છે. ત્યાં ધ્યાન કરવાથી ખબર પડે છે કે વાત, પિત્ત અને કફની સ્થિતિ કેવી છે. તેમની વચ્ચે સામ્ય છે કે વૈષમ્ય ? એમની વચ્ચે સામ્ય હોય તે આરોગ્યની નિશાની છે અને વૈષમ્ય હોય તો તે રોગની નિશાની છે. આ પરિસ્થિતિની ખબર પડી શકે છે, શરીરના અન્ય પણ અનેક પરમાણુઓની ખબર પડી શકે છે.
આરોગ્યની ચાવી
આ વિષય વિશે તત્ત્વ સિદ્ધાંતની દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો. આગ્નેય પરમાણુઓનું તે મુખ્ય કેન્દ્ર બને છે. ગુદાથી શરૂ કરીને નાભિ સુધીનું જે વિશેષ સ્થાન છે તેને અપાન પ્રાણનું સ્થાન કહેવામાં આવ્યું છે. અપાન સાથે આરોગ્યનો ખૂબ ઊંડો સંબંધ છે. કહેવાય છે કે અપાનની શુદ્ધિ એ જ આરોગ્ય છે – અપાનશુદ્ધિઃ સ્વાધ્યમ્. જો પાર્થિવ પરમાણુઓ ઉપર નિયંત્રણ મેળવવું હોય અને તેમને સમ્યફ રાખવા હોય તો આપણે ઇન્દ્રિયો વિશે પણ વિચાર કરવો પડશે. પાંચ ઇન્દ્રિયોનું કાર્ય શું છે ? આંખનું કામ જોવાનું છે, કાનનું કામ સાંભળવાનું છે, નાકનું કામ ગંધ લેવાનું છે એ સર્વમાન્ય છે. પરંતુ શરીરરચનાની દૃષ્ટિએ અને પર્યાપ્તિની દૃષ્ટિએ તેમનાં કાર્યો ખૂબ વ્યાપક છે. જે આપણું શક્તિ કેન્દ્ર છે, જેને મૂળાધાર કહેવામાં આવે છે, જે ટેરેનિયમ ચક્ર છે તેના ઉપર નિયંત્રણ કરવાનું છે, તેને સ્વસ્થ રાખવાનું છે. જ્યારે તેના ઉપર ધ્યાન કરીએ છીએ ત્યારે શક્તિ કેન્દ્રના સ્નાયુ ઉપર આવવા લાગે છે, જેને મૂલનાડી કહે છે. યોગની ભાષામાં આ મૂલનાડી આરોગ્યની ચાવી છે. ઘણા બધા પુરુષો અને સ્ત્રીઓને જે બીમારીઓ પેદા થાય છે તેનું કેન્દ્ર છે તે મૂલાધાર અથવા તો શક્તિ કેન્દ્ર. જો તે બરાબર કામ ન કરે તો આ બીમારીઓ પેદા થતી રહે છે. તેને સ્વસ્થ રાખવામાં આવે તો .
મહાધીનું આણેયણાય 1 TI
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org