________________
સંયમનો અર્થ
મસ્તિષ્કનો એક ભાગ લિંબિક સિસ્ટમ છે. ત્યાં ભાવનાઓ ઉપજે છે. સુખદુઃખ, પ્રસન્નતા વગેરેની અનુભૂતિ થાય છે. જ્યાં સુધી લિંબિક સિસ્ટમ ઉપર નિયંત્રણ નથી થતું ત્યાં સુધી ભાવનાઓ ઉપર નિયંત્રણ કરી શકાતું નથી. મસ્તિષ્ક ભાવ-નિયંત્રણનું નિયામક સાધન છે.
મસ્તિષ્ક ઉપર નિયંત્રણના અભાવે ન તો આહાર સંયમ થઈ શકે છે કે ન તો અન્ય કોઈ સંયમ પણ થઈ શકે છે. લોકો જાણે છે કે તમાકુનું સેવન કરવું, જર્દા ખાવી, શરાબ પીવો વગેરે આરોગ્ય માટે હાનિકારક છે. તેમ છતાં તેઓ તેને છોડી શકતા નથી. તેનું સ્પષ્ટ કારણ છે કે તેમનું પોતાના મસ્તિષ્ક ઉપર નિયંત્રણ નથી. જો મસ્તિષ્ક ઉપર નિયંત્રણ આવી જાય તો તે બધું એક ક્ષણમાં જ છૂટી જાય. રોગની ઉત્પત્તિનાં કારણો
ભગવાન મહાવીરે રોગની ઉત્પત્તિનાં નવ કારણો ગણાવ્યાં છે :
(૧) અચ્ચાસણયાએ, (૨) અમિતાસણયાએ, (૩)| અતિણિદાએ, (૪) અતિજાગરિતેણ, (૫) ઉચ્ચારણિરોહણ, (૬) પાસવણસિરોહણ, (૭) અદ્ધાણગમણે. (૮) ભોયણપડિકૂલતાએ (૯) ઈદ્રિયત્યવિકોવણયાએ.
(૧) વધુ પડતું ભોજન (૨) અહિતકર ભોજન (૩) અતિનિદ્રા (૪) અતિજાગરણ (૫) મળ રોકવો (૬) મૂત્ર રોકવું (૭) પંથગમન (૮) પ્રતિકૂળ ભોજન તથા (૯) ઇન્દ્રિયાર્થ-વિકોપન. ભોજન
- પહેલું કારણ છે અહિતકર ભોજન કરવું તે. ભોજનમાં | ખાણી-પીણીની તમામ વસ્તુઓ સમાઈ જાય છે. તમાકુ, જર્દા, શરાબ વગેરે વસ્તુઓ વારંવાર ખાવી તે રોગનું કારણ છે. અધિક વસ્તુઓનો ઉપયોગ કરવો એ પણ રોગનું કારણ છે. માણસ આ જાણે છે, પરંતુ તે આહારનો સંયમ કરી શકતો નથી. આહારનો સંયમ એટલા માટે છે
સરકાર માપીરનું માણે થશાસ્ત્ર + 55 C દિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org