________________
પહેલી મિનિટે તેનો આકાર જુદો હશે, બીજી મિનિટે તે વસ્તુ બદલાઈ જશે અને જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ નવાં નવાં સ્વરૂપો રચાતાં જશે. દસ મિનિટ પછી તે દૃશ્ય વસ્તુ રહેશે નહિ. તેના બદલે કોઈ બીજી જ વસ્તુ દેખાશ ! જેમણે અનિમેષ પ્રેક્ષાનો પ્રયોગ કર્યો છે તેઓ જાણે છે કે કઈ રીત એક ચિત્ર સામે મૂક્યું અને વિવિધ સ્વરૂપોમાં બદલાતું ગયું.
વિચિત્ર છે દર્શનની શક્તિ
દર્શન શક્તિ છે. જોવાની શક્તિ વિચિત્ર છે. શરીરમાં કોઈ જગાએ પીડા હોય તો તે સ્થાનને બિંદુ બનાવી દો, ત્યાં આંગળી મૂકો અને સંકલ્પ કરો તથા એ ચ જગાએ અંતર્દષ્ટિ સ્થિર કરો. આંખની જરૂર નથી, માત્ર અંતર્દષ્ટિનો પ્રયોગ કરો. દસ-વીસ મિનિટ પછી એમ લાગશે કે જાણે પીડા છે જ નહિ ! આવું કેમ બને છે ? તેનું કારણ પણ સમજી લેવું જોઈએ. આપણા શરીરમાં તમામ ક્રિયાઓ પ્રાણ દ્વારા ચાલે છે. મસ્તિષ્ક સમગ્ર શરીરનું નિયંત્રણ રાખે છે. મસ્તિષ્ક સંચાલિત થાય છે વિદ્યુત તરંગો દ્વારા, રસાયણો દ્વારા. જોવાથી આપણા શરીરમાં વિભિન્ન પ્રકારનાં રસાયણો પેદા થાય છે. એટલાં બધાં રસાયણો આપણા શરીરમાં પેદા થાય છે કે માણસ તેની કલ્પના જ કરી શકતો નથી. આપણે જે એક શ્વાસ છોડીએ છીએ તેમાં ચારસો રસાયણોનું બિંબ હોય છે. જ્યાં પવિત્ર ભાવ હોય, વિધાયક ભાવ હોય ત્યાં સારાં રસાયણો પેદા થાય છે. જોવાની સાથે સાથે રસાયણો પેદા થાય છે ભાવ દ્વારા. જ્યાં ભાવ પવિત્ર હોય ત્યાં અમૃતતુલ્ય રસાયણો પેદા થશે. જો ભાવ વિપરીત હશે તો ઝેરીલાં રસાયણો પેદા થઈ જશે.
ભાવોની સાથે આપણા આરોગ્યનો બહુ ગાઢ સંબંધ છે. એક અધિકારીએ કર્મચારીનો તિરસ્કાર કર્યો. અધિકારી દ્વારા કરવામાં આવેલો તિરસ્કાર પાચનતંત્રને વિકૃત બનાવી મૂકશે. કોઈ બીમારી નથી, વ્યક્તિ સ્વસ્થ છે. પરંતુ અંગત વ્યક્તિ તિરસ્કાર કરે છે ત્યારે પાચનતંત્ર એકાએક અસ્તવ્યસ્ત થઈ જાય છે. ક્રોધનો પ્રબળ આવેશ આવશે તો અસ્થમાની બીમારી થઈ જશે. એક વ્યક્તિ મનની વાત કહેવા ઇચ્છે છે, પરંતુ તેને કહેવાની તક જ નથી મળતી. મનમાં દબાયેલી એ ભાવનાની વાત માઈગ્રેમ પેદા કરી દેશે. ચિંતાયુક્ત
મહાવીરનું આયેગ્યશાસ્ત્ર પર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org