________________
લોકો પણ ઘરડા થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકો વિટામિન્સના સેવન ઉપર વિશેષ ભાર મૂકી રહ્યા છે. કહેવામાં આવે છે કે વિટામિન ‘એ’ ખાવ. વિટામિન ‘બી’ ખાવ, મેથી ખાવ જેથી તાકાત મળી જાય અને બૂઢાપાને રોકી શકાય. એવા અનેક પ્રયોગો અપનાવાઈ રહ્યા છે, છતાં માણસ ઘરડો થતો રહ્યો છે.
ઘડપણથી ડરો નહિ
-
જીવનમાં છ-સાત દસકા પછી ઘડપણ બારણે ટકોરા મારે છે. ઘડપણમાં સ્વસ્થ શી રીતે રહેવું – એવો પ્રશ્ન પ્રત્યેક વૃદ્ધ માણસના મનમાં ઉદ્ભવતો રહે છે. મહાવીર કહે છે મા ભાઈયવ્યું - ઘડપણથી ન ડરો, મૃત્યુથી ન ડરો. જો ઘડપણથી ડરી જશો તો મનમાં એવો ભય પેસી જશે કે હું ઘરડો થઈ જઈશ તો શું થશે ? લોકો ભવિષ્ય-નિધિની ચિંતા વધુ કરે છે. ભવિષ્યના સંદર્ભમાં ચિંતન કરો, પરંતુ ચિંતા ન કરો. ભવિષ્યની ચિંતા પણ ઘડપણ જલદી લાવશે. પૂજ્ય ગુરુદેવનું પ્રસિદ્ધ સૂત્ર છે – ‘ચિંતા નહિ, ચિંતન કરો; વ્યથા નહિ, વ્યવસ્થા કરો.’ ચિંતા ન કરો, ચિંતન કરો કે આગળ શું કરવું જોઈએ. જો તેની ચિંતામાં પડી જશો તો દસ વર્ષ પછી આવનારું ઘડપણ વહેલું આવી જશે. ચિંતા અને વ્યથા નહિ, ચિંતન અને વ્યવસ્થા દ્વારા ઘડપણની સમસ્યાને ઉકેલી શકાય છે. વ્યથા અને ચિંતાથી કશો લાભ થઈ શકતો નથી. આશ્વાસન મળે છે ચિંતન અને વ્યવસ્થા થકી. જો સમ્યક્ ચિંતન અને વ્યવસ્થા હોય તો ઘડપણ પણ સુખદ બની શકે છે.
જીવનશૈલી બદલીએ
આચારાંગ સૂત્રનો એક સુંદર પ્રસંગ છે – હજી ઉંમર અતિક્રાંત થઈ રહી છે, અવસ્થા આવી રહી છે, તેને જુઓ. પોતાની જીવનશૈલીને બદલો, આહા૨નો વિવેક કરો. મહાવીરની વાણીમાં આરોગ્યના સંદર્ભમાં જે વાત એક શિશુ માટે છે એ જ વાત એક વૃદ્ધ માણસ માટે પણ છે. આહાર વિવેકનું પ્રથમ સૂત્ર એ છે કે વૃદ્ધ માણસે શું ખાવું ? જેમ જેમ વ્યક્તિ વૃદ્ધ થાય છે તેમ તેમ તેના પ્રત્યેક અવયવની શક્તિનો હ્રાસ થતો જાય છે. જો વૃદ્ધ વ્યક્તિ ભારે ભોજન કરે તો તેણે આરોગ્યની કલ્પના પણ કરવી ન જોઈએ. જે માણસ ભારે ભોજન લેશે તે સ્વસ્થ શી રીતે રહેશે ? જે વ્યક્તિ હળવો ખોરાક પણ મહાવીનું યોગ્યશાસ્ત્ર ૧૫૫
Jain Educationa International
-
For Personal and Private Use Only
www.jainelibrary.org