Book Title: Mahavirnu Aarogya Shastra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 171
________________ અલ્પતા હોવી જોઈએ. સ્થિતિ એ છે કે જેમ જેમ ઘડપણ આવે છે તેમ તેમ ક્રોધ વધી જાય છે, ચિડીયાપણું વધી જાય છે, લોભ પણ ખૂબ વધી જાય છે. યુવાન પુત્રના લગ્નનો પ્રસંગ છે. પુત્ર કહે છે કે હું દહેજ નહિ લઉં. મારે ધન નથી જોઈતું. પિતા કહે છે કે તું ચૂપ રહે, તને શી ખબર પડે? લગ્ન પુત્રનું થઈ રહ્યું છે અને ધન પણ પુત્રએ જ લેવાનું છે પરંતુ પિતાનો લોભ તેની એ ઇચ્છાને ઠોકર મારે છે કે દહેજ ન લેવું. પરિણામ એ આવે છે કે પિતા અને પુત્ર વચ્ચે તનાવની સ્થિતિ પેદા થઈ જાય છે. જે ઘડપણમાં એવી સ્થિતિ થાય તે ઘડપણ ક્યારેય સારું ન હોય. ઘરમાં તેનો તિરસ્કાર થાય છે, અપમાન અને અવજ્ઞા થાય છે. ઘરની બહાર પણ તેને સમ્માન મળતું નથી. તે વૃદ્ધ માણસ સ્વસ્થ રહી શકે છે, જે સંવેગો ઉપર ઈમોશન્સ ઉપર નિયંત્રણ કરવાનું શીખી લે. જે વ્યક્તિ આ સંવેગોને નિયંત્રિત કરવાનો અભ્યાસ કરી લે છે, તેનું ઘડપણ શાંતિથી પસાર થાય છે. જે વ્યક્તિને ઘડપણમાં આકાંક્ષાઓ ખૂબ વધી જાય છે તે શાંત અને સ્વસ્થ જીવન જીવી શકતી નથી. વૃદ્ધ માણસ એમ ઈચ્છે છે કે એક વ્યક્તિ સતત મારી પાસે બેસી રહે, મારી સાથે વાતો કરતી રહે. જો એમ ન થઈ શકે તો તે વઢકણો, ચિડીયા સ્વભાવનો બની જાય છે. તેની એવી સ્થિતિ જ અશાંતિ અને અસ્વસ્થતાનું કારણ બની જાય છે. આરોગ્યની દૃષ્ટિએ એ જરૂરી છે કે ક્રોધ શાંત રહે, અહંકાર પણ શાંત રહે, વ્યક્તિએ અહંકારપૂર્ણ વાતો ન કરવી જોઈએ. એવી ગોંક્તિઓ ન કરવી જોઈએ કે હું જ્યારે યુવાન હતો ત્યારે એક જ છલાંગ મારીને પહાડને ઓળંગી જતો હતો. તેણે માયા અને લોભ પણ ત્યાગવાં જોઈએ. આ કષાયનું ઉપશમન, વૃત્તિઓનો સંયમ એ વૃદ્ધના આરોગ્યનું મહાન સૂત્ર છે. ગભરાશો નહિ સૌથી મહત્ત્વની વાત એ છે કે વ્યક્તિ ઘડપણથી ન - ગભરાય અને ન તો તેનાથી અસાવધાન રહે. તે સાવધાન અને જાગરૂક બની જાય. તે એમ વિચારે કે ઘડપણ સામે જ છે. મારે જ ઘડપણને સુખદ બનાવવાની યોજના બનાવી લેવી જોઈએ. મહાવીરે તે મૃત્યુ માટે પણ એક યોજના બનાવી. જ્યારે વ્યક્તિને એમ લાગે કે, મહાવીરનું મરોયણાસ્ત્ર + ૧૫ા કે જા આ છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188