________________
કે હવે શરીર ટકવાનું નથી ત્યારે એણે સમાધિમરણની તૈયારી કરી લેવી જોઈએ. મહાવીરે સમાધિમરણનું વ્યવસ્થિત દર્શન આપ્યું છે. વ્યક્તિએ કેવી રીતે શરીરનો ત્યાગ કરવો જોઈએ તેની પ્રક્રિયા બતાવી છે. આમ ઘડપણ માટે પણ યોજના બનાવવી જોઈએ.
જ્યારે વ્યક્તિ સાઠ વર્ષની થઈ જાય ત્યારે એણે એમ વિચારવું જોઈએ કે મારે દસ વર્ષ અથવા વીસ વર્ષ જીવવાનું છે અથવા તેથી પણ વધુ પણ જીવવાનું હોય તો કેવા જીવનક્રમથી જીવવું જોઈએ ? આજે મેનેજમેન્ટનો યુગ છે. પ્રત્યેક વાત મેનેજ કરવામાં આવે છે. વૃદ્ધાવસ્થા માટે પણ એક નિયોજિત ક્રમ હોવો જોઈએ, જેનાં નીચે પ્રમાણે અંગ હોવાં જોઈએ –
p મારે અભય રહેવું છે. 3 મારે આહારનો સંયમ કરવો છે.
મારે મારી વૃત્તિઓનો સંયમ કરવો છે.
આ ત્રણ સૂત્રો જીવનચર્યાનાં અંગ બની જાય તો વૃદ્ધ માણસ ખૂબ સ્વસ્થ જીવન જીવી શકે છે. આપણે અમરતાની વાત ન વિચારીએ. જવાનું ચોક્કસ છે, પરંતુ કેવા સ્વરૂપે જવું છે તે આપણા
જીવનક્રમ ઉપર નિર્ભર છે. જો આહારનો સંયમ હશે, સંવેગો ઉપર નિયંત્રણ હશે તો ઘડપણ અને મૃત્યુ બંને સુખદ બની શકશે.
વાસ્તવમાં શિશુ અને વૃદ્ધના આરોગ્યનાં આ સૂત્રો ખૂબ મહત્ત્વનાં છે. જો આ સૂત્રો પ્રત્યે જાગરૂક રહીએ તો વિશ્વાસ છે કે બાળપણ એવું હશે કે જે ભવિષ્ય માટે સુખદ બનશે, ભવિષ્યમાં સુખદુઃખની અનુભૂતિ તીવ્ર નહિ બને. બાળપણમાં સુખદુઃખની અનુભૂતિ તીવ્ર નથી હોતી, તેની તીવ્રતા પછીથી થાય છે. શિશુ – આરોગ્યની ઉપલબ્ધિ એટલે સુખદ ભવિષ્યનું આશ્વાસન. વૃદ્ધ માણસ પોતાનું જીવન બરાબર જીવે તો વૃદ્ધાવસ્થાને કારણે પેદા થતી માનસિક અને ભાવાત્મક સમસ્યાઓથી બચી શકાશે, શરીર પણ સ્વસ્થ રહેશે. સ્વસ્થ અને શાંતિપૂર્ણ વૃદ્ધાવસ્થા જ જીવન માટે વરદાન બની શકે છે.
-
-
1
-
કાકા
કા
', આ
છે ટ ક રી
કાર
જે છે
તે
છે,
લાશ
હા
,
મહાવીરનું યારોગ્યશાસ્ત્ર +
કરી
*
*
NIE 148
:
:
જ છે
જ છે
રહી
છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org