________________
ધર્મના અર્થને હૃદયંગમ કરી લીધો હશે, ધર્મની ભાવનાને મસ્તિષ્કમાં સ્થાપિત કરી દીધી હશે, તેને માટે ધર્મ સદા મંગલકારી બનશે.
આ અનુપ્રેક્ષાનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. જો તમે આધ્યાત્મિક વિકાસ ઇચ્છતા હો તો અનુપ્રેક્ષાનો પ્રયોગ કરવો જોઈએ. મોહનું શમન કરવા ઈચ્છતા હો તો અનુપ્રેક્ષાનો પ્રયોગ કરવો જોઈએ. બદલાવા ઇચ્છતા હો તો અનુપ્રેક્ષાનો પ્રયોગ કરવો જોઈએ. વ્યવહારને શુદ્ધ બનાવવા માગતા હો તો અનુપ્રેક્ષાનો પ્રયોગ કરવો જોઈએ. આરોગ્યને સારું બનાવવા ઇચ્છતા હો તો અનુપ્રેક્ષાનો પ્રયોગ કરવો જોઈએ. અનુપ્રેક્ષા દ્વારા એ ઘટિત થશે કે જે આપ ઇચ્છતા હશો. શરીરનો પ્રત્યેક અવયવ તમારી ઇચ્છાને સાકાર કરશે. પછી ભલે તમે હાથને સૂચના આપો કે આ કામ કરવું નથી અથવા આ કામ કરવું છે. લાંબા સમય સુધી આ સૂચના આપતા રહેશો તો હાથ તમારી વાતને સ્વીકારી લેશે. જે જ્ઞાનતંતુઓ છે તે તમારી વાતને પકડે છે. અપેક્ષા એ છે કે આપણે મૂદુ વ્યવહાર કરવાનું શીખીએ. એવી સૂચના આપવાનું શીખીએ કે જેથી સમસ્યાનું સમાધાન થઈ જાય. પરિવર્તનની આ કલાને જે સમજી લે છે તેને અનુપ્રેક્ષાનું રહસ્ય હૃદયંગમ થઈ જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org