________________
હૃદય પરિવર્તનનો અર્થ .
આજે હૃદયરોગનો સંદર્ભ આપણી નજર સામે છે. હૃદય જીવનનું મહત્ત્વપૂર્ણ અંગ છે. અનેકાન્ત દૃષ્ટિએ વિચાર કરીએ તો માત્ર હૃદયને જ જીવનનું મહત્ત્વપૂર્ણ અંગ માની શકાય નહિ. અનેક અવયવો એવા છે કે જે જીવન માટે ખૂબ મહત્ત્વના છે. હૃદય સારું કામ કરતું હોય પરંતુ કીડની નિષ્ફળ જાય તો શું થાય ? અનેક સમસ્યાઓ પેદા થઈ જાય. એ જ રીતે એમ પણ કહી શકાય કે તમામ અવયવો સારું કામ કરતા હોય પરંતુ જો હાર્ટફેઈલ થઈ જાય તો શું પરિણામ આવે ? જીવન જોખમમાં પડી જાય. જેનો જીવન સાથે આવો ઊંડો સંબંધ છે તેના આરોગ્ય તરફ ધ્યાન આપવું અપેક્ષિત છે. હકીકતમાં શ્વાસ અને હૃદય એ બંને જીવનના પર્યાયવાચક શબ્દો જેવા છે. હૃદય ધબકે છે, તેથી માણસ કામ કરે છે. જો હૃદય બંધ પડે તો માણસ નિષ્ક્રિય બની જાય. આયુર્વેદમાં હૃદય બે અર્થમાં પ્રયુક્ત થયું છે. એક હૃદય એ છે કે જે ધબકે છે, લોહીનું શુદ્ધીકરણ કરે છે અને બીજું હૃદય એ છે કે જે મસ્તિષ્કમાં છે. હૃદયપરિવર્તન એ અત્યંત પ્રચલિત શબ્દ છે. હૃદયપરિવર્તનનો એક અર્થ એ છે કે જે હૃદય વિકૃત થઈ ગયું છે તેને બદલે બીજું કૃત્રિમ હૃદય ગોઠવી દેવું. હકીકતમાં આ હૃદયપરિવર્તન નથી, એ તો હૃદયનું પ્રત્યારોપણ છે. હૃદયપરિવર્તનનો બીજો અર્થ છે – ભાવને બદલવા, ચિંતન અને માનસિકતામાં પરિવર્તન આણવું અને તે હૃદય એટલે આપણું મસ્તિષ્ક, જે શારીરિક ક્રિયા કરી રહ્યું છે તે હૃદય એક માંસપિંડ છે. આજે આપણે તે હૃદય વિશે વિચાર કરી રહ્યા છીએ કે જે આપણા જીવનની ગત્યાત્મકતા માટે જવાબદાર છે. એમ માનવામાં આવે છે કે જો બરાબર વ્યવસ્થા ચાલે તો હૃદય વગેરે અવયવો સેંકડો વર્ષો સુધી પોતાનું કામ કરી શકે તેમ છે. તેમની એટલી બધી ક્ષમતા છે પરંતુ એ ક્ષમતા કામમાં આવતી નથી, તેનો ઉપયોગ પણ કરવામાં આવતો નથી.
અધ્યવસાન
ભગવાન મહાવીરે અકાળ મૃત્યુનાં અનેક કારણો બતાવ્યાં છે છે. અકાળ મૃત્યુનો અર્થ જ એ છે કે આપણા શરીરના તમામ
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org