________________
આ ત્રણ સૂત્રો ગર્ભસ્થ શિશુના આરોગ્ય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ચર્યાવિવેક, આહારવિવેક તથા કષાયવિવેક. જો ગર્ભાવસ્થા દરમ્યાન માતા આ ત્રણ સૂત્રોનો સમ્યક્ પ્રયોગ કરે, ચર્યામાં સંયમિત રહે, હિત અને પરિમિત આહાર કરે, ચિંતા, ભય વગેરેથી દૂર રહે, તેની ભાવનાઓ પવિત્ર રહે તો શિશુનું આરોગ્ય ખૂબ ઉત્તમ રહી શકે છે.
પોષક આહાર
જન્મ પામ્યા પછી પણ કોઈ બાળકમાં એવો વિવેક નથી હોતો કે તેણે આરોગ્ય માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ? તેણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ ? આવી અવરથામાં પણ માતાએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે શિશુને શું ખવડાવવું જોઈએ, શું પીવડાવવું જોઈએ. મોહવશ એવું ન થવું જોઈએ કે જે વખતે જે ન ખવડાવવી જોઈએ તે વખતે તે વસ્તુ ખવડાવી દેવામાં આવે. અપોષણ અને કુપોષણ બંનેથી બચવું જરૂરી છે. પ્રશ્ન એ છે કે પોષણ શી રીતે મળે ? પોષક આહાર મળે એ સૌ કોઈના વશની વાત નથી. ગરીબીની સમસ્યા છે, અભાવની સમસ્યા છે. આવા સંજોગોમાં એ શી રીતે શક્ય છે કે સૌ કોઈને પોષક આહાર મળે ? આ અવસ્થામાં પૂરું પોષણ થતું નથી, અપોષણ પણ થાય છે અને કુપોષણ પણ થાય છે. એવી ચીજો પણ શિશુને ખવડાવવામાં આવે છે કે જે પોષણને પ્રતિકૂળ હોય. સામાજિક, આર્થિક વગેરે અનેક સંજોગોના કારણે એમ થાય છે, પરંતુ જો એટલો વિવેક જાગૃત હોય કે કોઈ બાળક પ્રત્યે માતાની જવાબદારી શી છે તો શિશુના આરોગ્ય પ્રત્યે સ્વાભાવિક જાગરૂકતા વધી જશે. અભયનું વાતાવરણ
શિશુના આરોગ્ય માટે એ પણ જરૂરી છે કે ભયનું વાતાવરણ પેદા કરવામાં ન આવે. ભગવાન મહાવીરે સૌથી વધુ ભાર અભય ઉપર મૂક્યો છે. જો અભય ન હોય તો અહિંસા નહિ હોય અને જો અહિંસા નહિ હોય તો આરોગ્ય પણ નહિ હોય. આરોગ્ય નહિ હોય તો ધર્મનો વિકાસ પણ નહિ હોય અને શરીરનો પૂરતો વિકાસ પણ
મહાવીરનું અસભ્યશાસ્ત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org