Book Title: Mahavirnu Aarogya Shastra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 144
________________ ભાવ અશુદ્ધ હોય છે, જે ખરાબ વિચારો અને ખરાબ કલ્પનાઓથી આક્રાંત રહે છે, જે હિંસા વગેરે દુષ્પવૃત્તિઓમાં મગ્ન રહે છે, તેનું આભામંડળ નિસ્તેજ, દુર્ગધયુક્ત અને મલિન બની જાય છે. સૂચના આપે છે આભામંડળ રંગ, ભાવ અને આભામંડળ – આ દરેકની સાથે આરોગ્ય અને અનારોગ્યનો સંબંધ જોડાયેલો છે. જે વ્યક્તિનું આભામંડળ જેટલું મલિન હશે તે વ્યક્તિ એટલી જ માનસિક અને ભાવાત્મક બીમારીઓથી ગ્રસ્ત રહેશે, અનેક વ્યાધિઓથી પીડિત રહેશે. જે વ્યક્તિનું આભામંડળ ખૂબ પવિત્ર હશે તે આરોગ્યનું વરણ કરશે, શરીર, મન અને ભાવના – ત્રણેય કક્ષાએ સ્વસ્થ રહેશે. વર્તમાનના વિજ્ઞાનમાં એક પદ્ધતિ વિકસિત થઈ છે. - આભામંડળનું અધ્યયન કરવું અને આભામંડળના આધારે રોગનું નિદાન કરવું. આ પદ્ધતિનો વિકાસ થઈ રહ્યો છે. આભામંડળ જેટલો યોગ્ય નિર્ણય રજૂ કરે છે, તેટલું અન્ય કોઈ યંત્ર કરી શકતું નથી. યંત્રોની સ્થિતિ તો એવી પણ છે કે તે ક્યારેક ક્યારેક બીમાર વ્યક્તિને સ્વસ્થ બનાવી દે છે અને ક્યારેક સ્વસ્થ વ્યક્તિને બીમાર બનાવી દે છે. આભામંડળ ક્યારેય કોઈને દંગો નથી દેતું. એમ માનવામાં આવ્યું કે શરીરમાં જે બીમારી થવાની હોય છે, તેની સૂચના છ અથવા બાર મહિના પહેલાં આભામંડળ આપી દે છે. તેનાથી એટલી ખબર પડે છે કે અમુક પ્રકારની બીમારી આવશે અને તે આટલા સમય પછી પ્રગટ થશે. આ તથ્ય દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આભામંડળ સાથે આરોગ્યનો સંબંધ કેટલો બધો છે. ગંધ, રસ અને સ્પર્શ વ્યક્તિની પ્રવૃત્તિ સાથે જે પાંચ વર્ણ જોડાયેલા છે તે પ્રશસ્ત પણ હોઈ શકે છે અને અપ્રશસ્ત પણ હોઈ શકે છે. એ જ રીતે ગંધ વિશે પણ કહેવામાં આવે છે. ગંધ બે પ્રકારની હોય છે. દુર્ગધ અને સુગંધ. જો આપણી ભાવધારા પવિત્ર હશે તો સુગંધ પ્રસ્ફટિત થશે. જો ભાવધારા અપવિત્ર હશે તો દુર્ગધ ફેલાશે. કહેવાયું છે કે તીર્થંકરનો છે શ્વાસ કમળ જેવી સુગંધવાળો હોય છે તેનું કારણ શું છે? કારણ છે પવિત્ર ભાવ. ભાવ પવિત્ર હોય તો શ્વાસના પુગલ પણ પ્રશસ્ત - કાકા SP જ છે કે જો સારી પી જો સારી કર ! * * * Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188