________________
સમસ્યાઓ પેદા કરી લે છે. માયામાં જેટલો તનાવ થાય છે એટલો તનાવ-ક્રોધમાં નથી થતો. ક્રોધમાં તનાવ થાય છે પરંતુ માયાનો તનાવ તેના કરતાં વધુ ભયંકર હોય છે. તે અંદર ને અંદર ઉછેર પામે છે, જેનાથી અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓ પેદા થાય છે. લોભની સાથે પણ બીમારીઓનો ખૂબ સંબંધ છે. અધ્યાત્મ અને આરોગ્યનું સૂત્ર
આ તમામ વિશ્લેષણના સંદર્ભમાં અનુપ્રેક્ષાનું મૂલ્યાંકન કરીએ તો અધ્યાત્મની દૃષ્ટિએ કહી શકાય કે આ અનુપ્રેક્ષાઓ ભાવાત્મક પરિવર્તનનાં સૂત્રો છે. આરોગ્યની દૃષ્ટિએ વિચાર કરીએ તો એમ કહી શકાય કે આ અનુપ્રેક્ષાઓ આરોગ્યના અમોઘ ઉપાય છે. કષાયનું ઉપશમન માત્ર અધ્યાત્મનો જ નહિ, પરંતુ આરોગ્યનો પણ મૂળ મંત્ર છે. એમ ક્યારેય વિચારી શકાતું નથી કે જે વ્યક્તિ તીવ્ર કષાયવાળી છે તે શારીરિક, માનસિક અને ભાવાત્મક ત્રણેય કિક્ષાએ સ્વસ્થ રહેશે. જ્યાં કષાય પ્રબળ હશે ત્યાં આરોગ્ય ચોક્કસ I પ્રભાવિત થશે જ. આરોગ્યનું એક કારણ રુધિરાભિસરણની ક્રિયા |
છે. દરેક કોશિકાને ઓક્સિજનની જરૂર પડે છે. ઓક્સિજનનો વાહક કોણ છે ? તેનો વાહક રક્ત છે. સમ્રગ શરીરમાં રક્ત સમ્યકુ રીતે પ્રવાહિત થાય તો કોશિકાઓને નવજીવન મળે છે. ખોરાક અને ઓક્સિજન મળે છે. તે સિવાય કોશિકાઓ તદન નકામી બની જાય છે. જયારે જ્યારે કષાય- ક્રોધ, માન, માયા, લોભ તીવ્ર બને છેત્યારે રુધિરાભિસરણની ક્રિયા પ્રભાવિત થાય છે. જો તે વધુ પ્રભાવિત થાય તો રક્ત ઝેરીલું પણ બને છે અને રુધિરાભિસરણની ક્રિયા ઠપ પણ થઈ જાય છે. આવી સ્થિતિમાં અનેક બીમારીઓ પેદા થવાનું શક્ય બને છે. અનુપ્રેક્ષા આ તમામ સમસ્યાઓનું એક સમાધાન છે. તેથી અધ્યાત્મશાસ્ત્રી એમ કહે છે કે તે ભાવાત્મક પરિવર્તન અથવા વ્યક્તિત્વનિર્માણનું સૂત્ર છે. જો આરોગ્યશાસ્ત્રીઓ આ પદ્ધતિનું અનુશીલન કરે તો તેની ભાષા એ હશે કે આરોગ્યનું આનાથી ચઢિયાતું અન્ય કોઈ સૂત્ર હોઈ શકે નહિ. સમયનું નિયોજન કરીએ
હકીકતમાં આ કેટલું બધું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે કે ઉદ્દેશની પસંદગી કરો, તેના ઉપર એકાગ્ર બનો, ઉપયુક્ત શબ્દાવલીમાં સૂચના
મા મહાdીનું આયl .
કરે છે. તે છે. કફ ફારૂ
. . . 95 (
' ', ' " , "
' ”, ' ' ', -
ક
રી છે. આનું છે. લાલ પીતા પર
ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org