________________
સ્મૃતિ હશે, અતૃપ્તિની ભાવના હશે તો વ્યક્તિ પોતાના મનમાં - જાગેલી ઇચ્છાને તૃપ્ત નહિ કરી શકે. તેની ભૂખ ઘટી જશે, ભૂખ જ નહિ લાગે કારણ કે તેને ચિંતાયુક્ત સ્મૃતિ છે. કોઈ વિષયમાં તીવ્ર ભાવના પેદા થઈ કે તેને પૂરી કરવી છે તો બીમારી પેદા થઈ જશે. આમ ભાવ અને બીમારીઓનું આજના વૈજ્ઞાનિકોએ પરીક્ષણ દ્વારા ખૂબ અધ્યયન કર્યું છે. આ વિષય ઉપર એક પુસ્તક જાપાનમાં પ્રગટ થયું છે. જેમાં એમ જંણાવવામાં આવ્યું છે કે કયા પ્રકારના ભાવ દ્વારા કઈ બીમારી પેદા થાય છે.
દર્શનની શ્રૃંખલા
ભગવાન મહાવીરે એક સૂત્ર આપ્યું હતું દર્શનનું. એક સમગ્ર શ્રૃંખલા છે – જે વ્યક્તિ ક્રોધને જુએ છે તે પોતાના અહંકારને જુએ છે. જે પોતાના અહંકારને જુએ છે તે પોતાના દ્વારા થતી માયાજાળને જુએ છે. જે પોતાની માયાજાળને જુએ છે તે પોતાના લોભને જુએ છે. જે પોતાના લોભને જુએ છે તે પોતાના પ્રેયસને જુએ છે, અનુરાગને જુએ છે, રાગને જુએ છે. જે પોતાના રાગને જુએ છે તે પોતાના દ્વેષને જુએ છે. ક્રોધથી શરૂ કરીને જન્મ-મરણ સુધીની સમગ્ર શ્રૃંખલા છે. કહેવામાં આવ્યું કે ક્રોધને પણ જુઓ, દરેક વૃત્તિને જુઓ. જોશો તો વૃત્તિ નબળી બનશે. નહિ તો વૃત્તિ વધતી જશે. માલિક જાગતો હોય, જોતો હોય તો ચોર ઘરમાં ઘૂસશે નહિ અને માલિક સૂતો હશે તો ચોર માટે ઘૂસવાની સગવડ બની જશે. આપણે જોવાનું શીખીએ, જોઈએ કે ક્યાં શું થઈ રહ્યું છે. આ જે જોવાની કલા છે, તેના દ્વારા પ્રાણ-સંતુલન થાય છે. જે અવયવને જોશો તેનો પ્રાણ સંતુલિત બની જશે. રોગનું મુખ્ય કારણ પ્રાણનું અસંતુલન બને છે. પ્રાણ સંતુલિત થશે તો બીમારી મટી જશે. પ્રાણ-સંતુલનનું એક સાધન છે – દર્શન, પોતાના પીડિત અવયવને જોવો. જ્યારે આપણે જોવાનું શરૂ કરીએ છીએ ત્યારે પ્રાણનું સંતુલન થાય છે. સારાં રસાયણો પેદા થાય છે, એકાગ્રતા વધે છે. આ બધું મળીને આરોગ્યને પલ્લવિત કરી દે છે. આરોગ્યનાં સ્થૂળ લક્ષણો છે – સારી નિદ્રા, સારી ભૂખ, સારું મન, સારું ચિંતન અને સારો ભાવ. જે વ્યક્તિમાં આ બધું હોય તે વ્યક્તિ સ્વસ્થ છે. જેને નિદ્રા ન આવતી હોય, ભૂખ બરાબર ન - મહાવીનું આણુયશાસ્ત્ર = ૧.૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org