________________
CI કર્મ પ્રદેશ જેટલા રાશિપરિમાણમાં છે, તે રાશિપરિમાણનું અલ્પીકરણ થઈ જાય છે.
I અસાત વેદનીય કર્મનો ઉપચય નથી થતો. તેનું ફલિત એ છે કે જે અસાત વેદનીય કર્મ બંધાયેલું છે તેનો પણ અપચય થઈ જાય છે. અનુપ્રેક્ષાની આ નિષ્પત્તિનો આરોગ્ય સાથે સંબંધ છે અસાત વેદનીયનો બંધ થતો નથી અને જૂનો બંધ થયેલો છે તે ક્ષીણ અથવા શિથિલ બને છે.
આ તમામ પિરણામો અનુપ્રેક્ષાનાં છે. તેમાં આપણે ભાવાત્મક પરિવર્તન, કર્મ પરિવર્તન અને આરોગ્ય પરિવર્તનનાં સૂત્રો શોધી શકીએ.
-
અનુપ્રેક્ષા ઃ ચાર ચરણ
પ્રેક્ષાધ્યાનમાં જે અનુપ્રેક્ષાનો વિકાસ થયો છે, તેમાં પહેલી વાત ઉદેશના નિર્ણયની છે. આપણે સૌ પ્રથમ એવો ઉદેશ બનાવીએ કે શું કરવું છે. અલગ અલગ અનુપ્રેક્ષાઓ છે અને તેમની અલગ અલગ નિષ્પત્તિઓ છે. જો ભય દૂર કરવા ઇચ્છતા હોઈએ તો અભયની અનુપ્રેક્ષા ખૂબ ફળદાયી છે. જો પારસ્પરિક કલહ અને સંઘર્ષ દૂ૨ ક૨વા ઇચ્છતા હોઈએ તો સામંજસ્યની અનુપ્રેક્ષા ખૂબ ઉપયોગી છે. તેથી સૌ પ્રથમ ઉદેશનું નિર્ધારણ જરૂરી છે કે આપણે શું થવા ઇચ્છીએ છીએ. ઉદેશના આધારે જ કોઈપણ અનુપ્રેક્ષાનો પ્રયોગ થઈ શકે છે. જો આરોગ્યનો વિકાસ કરવો હોય તો આરોગ્યની અનુપ્રેક્ષા કરવી જોઈએ. પ્રેક્ષાધ્યાનમાં અત્યારે ત્રીસથી વધુ અનુપ્રેક્ષાના પ્રયોગો ચાલી રહ્યા છે. એટલું જ પર્યાપ્ત નથી, તેમાં પણ વિકાસને અવકાશ છે, સેંકડો અનુપ્રેક્ષાઓના પ્રયોગો વિકસિત કરી શકાય તેમ છે. પરંતુ તેમના વિકાસ અને પ્રયોગનો આધાર એ જ છે કે આપણે શું થવા ઇચ્છીએ છીએ. ઉદ્દેશને અનુરૂપ જ અનુપ્રેક્ષાનો પ્રયોગ નિર્ધારિત થઈ શકે છે.
-
બીજું તત્ત્વ છે – એકાગ્રતાનો વિકાસ. જે ઉદ્દેશ બનાવ્યો હોય તેના ઉપર સંપૂર્ણ એકાગ્ર બનવું જોઈએ.
ત્રીજું તત્ત્વ છે. મન અને મસ્તિષ્ક ઉપર આદેશનો ઊંડાણપૂર્વકનો પ્રયોગ કરવો, આદેશને આત્મસાત કરી લેવો જોઈએ. આપણે જે થવા ઇચ્છતા હોઈએ તેને આદેશની ભાષામાં વ્યક્ત
મહાવીરનું આàયશાસ્ત્ર ૫ ૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org