________________
ગણાવ્યા તેમાં એક છે – ઊર્ઘકાયોત્સર્ગ. તેના દ્વારા એક રહસ્ય પ્રગટ થાય છે. ઊર્ધ્વકાયોત્સર્ગ કરવાથી પ્રાણઊર્જા સંતુલિત બની જાય છે, ક્યાંય વધુ એકઠી થઈ શકતી નથી. બ્રહ્મચર્યની સિદ્ધિનો આ રહસ્યપૂર્ણ પ્રયોગ છે. તેનું રહસ્ય એ છે કે જેનામાં રાગાત્મક પ્રવૃત્તિ હોય છે તે વધુ સમય બેસવાનું નથી ઇચ્છતો. જેનામાં Àષાત્મક પ્રવૃત્તિ હોય છે તે વધુ ચાલવાનું નથી ઇચ્છતો. આ ઓપન સાયન્સનો નિયમ છે. રાગાત્મક પ્રવૃત્તિ માટે ગમનયોગનો સંયમ અપેક્ષિત છે. કેટલું બધું રહસ્યપૂર્ણ સૂત્ર છે આ ! આ ઊર્ધ્વસ્થાન બ્રહ્મચર્યની સાધનાનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. બેસીને પણ કાયોત્સર્ગ થાય છે. તેમાં પણ આપણું ગુરુત્વાકર્ષણ ઓછું થઈ જાય છે. ઊભા ઊભા કાયોત્સર્ગ કરીએ તો ગુરુત્વાકર્ષણ ખૂબ ઓછું થઈ જાય છે. જ્યારે ગુરુત્વાકર્ષણ વધી જાય છે ત્યારે ગુરુત્વાકર્ષણ પણ ભાર પેદા કરે છે. કાયોત્સર્ગની અવસ્થામાં બેસીએ તો ગુરુત્વાકર્ષણ ઓછું થશે. સૂઈ જઈને કાયોત્સર્ગ કરીએ તો એમ જ બનશે. આ સામાન્ય પ્રકાર છે. કાયોત્સર્ગના અન્ય પણ બે પ્રકાર છે – વામપાર્શ્વશયન કાયોત્સર્ગ અને દક્ષિણપાર્શ્વશયન કાયોત્સર્ગ – ડાબા અને જમણા પડખે સૂઈ જઈને કાયોત્સર્ગ કરવો. જ્યારે પણ સક્રિયતા લાવવી હોય, પ્રાણઊર્જા વધારવી હોય ત્યારે ડાબા પડખે સૂઈ જઈને કાયોત્સર્ગ કરવો જોઈએ. તેમાં પિંગલા (સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ) સક્રિય બની જાય છે. જ્યારે આપણે જમણા પડખે સૂઈ જઈને કાયોત્સર્ગ કરીએ છીએ ત્યારે પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય બની જાય છે.
- આ રીતે કાયોત્સર્ગની અનેક નિષ્પત્તિઓ અને પરિણતિઓ છે. આરોગ્યની દૃષ્ટિએ વિચાર કરીએ, મનનો બોજ ઊતારવાની દૃષ્ટિએ વિચાર કરીએ, માનસિક અને શારીરિક તનાવ ઓછો કરવાની દૃષ્ટિએ વિચાર કરીએ તો કાયોત્સર્ગનાં નવાં નવાં પાસાંનો અનુભવ થાય છે. જો એમ પૂછવામાં આવે કે પ્રેક્ષાધ્યાનની પદ્ધતિમાં આધારભૂત પ્રયોગ કયો છે તો તેનો ઉત્તર છે – કાયોત્સર્ગ ક પ્રેક્ષાધ્યાનનું પ્રારંભબિંદુ કાયોત્સર્ગ છે અને તેનું અંતિમબિંદુ પણ કાયોત્સર્ગ છે. તેથી તેને આત્મિક આરોગ્યનું અમોઘ સૂત્ર પણ કહી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org