________________
પ્રેક્ષાધ્યાન અને આરોગ્ય
પ્રેક્ષાધ્યાનનાં બે સ્વરૂપો છે. એક સ્વરૂપ આધ્યાત્મિક ચેતનાના વિકાસનું છે અને બીજું સ્વરૂપ ચિકિત્સાત્મક છે. શ્વાસપેક્ષા વગેરે દ્વારા આધ્યાત્મિક ચેતના જાગૃત થાય છે. પ્રેક્ષાના વિશિષ્ટ પ્રયોગોની સાધના દ્વારા આરોગ્યની સમસ્યાઓ પણ હળવી બને છે. તેનો મૂળ હેતુ છે – પ્રેક્ષા, જોવું. જોવાની કલા બહુ ઓછા લોકો જાણે છે. સાંભળવાની કલા પણ ઓછા લોકો જાણે છે, પરંતુ જોવાની કલા તો ખૂબ ઓછા લોકો જાણે છે. જોવાની પોતાની વિશિષ્ટ કલા છે. કેવી રીતે જોવું ? આપણે બીજા લોકોને જોઈએ છીએ તેના આધારે ચિકિત્સાની વિધિ સ્થાપવામાં આવી.
અનેક પ્રકારની દીક્ષાઓ માનવામાં આવી છે. એક છે સ્પર્શનની દીક્ષા. બીજી છે દર્શનની દીક્ષા. એક સમગ્ર પદ્ધતિ છે સ્પર્શચિકિત્સાની. એક પ્રાણવાન વ્યક્તિ રોગીના રોગના સ્થાનને સ્પર્શે છે અને તેની બીમારી દૂર થઈ જાય છે. આ સ્પર્શન ચિકિત્સા છે. તેનો પ્રયોગ ચાલે છે. ઘણા બધા પ્રાણ ચિકિત્સકો પોતાના સ્પર્શ દ્વારા રોગીના શરીરને અથવા કોઈ અવયવને સ્પર્શ કરે છે અને રોગી સ્વસ્થ બની જાય છે.
| સ્પર્શચિત્સિા પ્રચલિત છે, પરંતુ દર્શનચિકિત્સા હજી પ્રચલિત બની નથી. પરંતુ તે ખૂબ મહત્ત્વપૂર્ણ ચિકિત્સા છે, દીક્ષા છે. ગુરુ પોતાની દૃષ્ટિ દ્વારા કોઈકને દીક્ષા આપે છે, જુએ છે અને તે વ્યક્તિ ! ફરીથી નીરોગી બની જાય છે. એ જાણીતું તથ્ય છે કે ગુરુ અનુપાની , દૃષ્ટિએ જુએ છે ત્યારે પ્રાણશક્તિ જાગી જાય છે અને નિગ્રહની દૃષ્ટિએ જુએ છે ત્યારે સમસ્યા પેદા થઈ જાય છે. અનિમેષ પ્રેક્ષાનો, પ્રયોગ કરનારા લોકો જાણે છે કે કોઈ એક વસ્તુને જોવાનું શરૂ કરો, તેનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org