________________
સૂચના આપી કે શુદ્ધ રક્તનો સંચાર થઈ રહ્યો છે, અંગૂઠાનું પોષણ થઈ રહ્યું છે. દર્શન-વિરેચન અને પોષણ, એવી ત્રિપાંખી પ્રક્રિયા છે તેના દ્વારા પ્રત્યેક અવયવને જોવાનું શરૂ કરીએ તો આપણી મોટા ભાગની સમસ્યાઓ ઉકલી જાય છે.
જોવું ખૂબ મુશ્કેલ છે. મુશ્કેલ એટલા માટે છે કે એકાગ્રતા જળવાતી નથી. આપણે શ્વાસને જોઈએ છીએ, શરીરને જોઈએ છીએ, ચૈતન્ય કેન્દ્રને જોઈએ છીએ. જોવાની પ્રક્રિયા છે પરંતુ તેની પૂર્વે, આપણે એકાગ્રતા સાધવી પડે છે. એકાગ્રતા સધાતી જશે તો આપણે નિશ્ચિત બિંદુને બરાબર જોઈ શકીશું. જો એકાગ્રતા બરાબર નહિ સધાઈ હોય તો જોવાનું શરૂ કરતાં જ વિકલ્પોની એવી જાળ પથરાઈ જશે કે જોવાનું દૂર રહેશે અને આપણે વિકલ્પોમાં અટવાઈ જઈશું. જોવાની કલા સાધ્યા વગર આવું જ પરિણામ આવે છે. એક પ્રયોગ કરીએ – નાસાગ્રને જોવાનું શરૂ કરો અને જોતા જ રહો. એકાગ્રતાપૂર્વક જુઓ. જેણે આ પ્રયોગ કર્યો હશે તેણે અવશ્ય એવો અનુભવ પણ કર્યો હશે કે નાસાગ્ર ઉપર ધ્યાન કરીએ છીએ ત્યારે | મૂળ નાડી ઉપર જઈએ છીએ અને આપોઆપ મૂળબંધ થઈ જાય છે. આ એક સંબંધ છે. એક અવયવને જોવાનું શરૂ કરવામાં આવે છે ત્યારે તેની સાથે સંબંધિત તમામ અવયવોમાં સક્રિયતા આવી જાય છે. શીખવાની છે, જોવાની કલાને.
અધ્યાત્મનું ઉત્કૃષ્ટ સૂત્ર
ભગવાન મહાવીરે કહ્યું કે આત્મા દ્વારા આત્માને જુઓ. અધ્યાત્મનું તે ઉત્કૃષ્ટ સૂત્ર છે તેમ સાથે સાથે આરોગ્યનું પણ તે મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. પોતાની જાતને જુઓ. એનો અર્થ છે – પોતાના શરીરને જુઓ, પોતાના શરીરનાં પ્રકંપનોને જુઓ, સ્થૂળ પ્રકંપનોને જુઓ, પોતાના શરીરમાં થતાં સૂક્ષ્મ પ્રકંપનોને જુઓ, પોતાના શરીરમાં થતાં જૈવિક રાસાયણિક પરિવર્તનોને જુઓ, પોતાના શરીરમાં થતા પર્યાયોને જુઓ, ઉત્પાદ અને વ્યયને જુઓ. પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન થઈ રહ્યું છે અને વિનષ્ટ થઈ રહ્યું છે. ઉત્પન્ન અને - વિનષ્ટ થતા અણુને જુઓ.
આચારાંગ સૂત્રનું એક મહત્ત્વપૂર્ણ સૂક્ત છે – આ શરીરમાં કે 1 થતી જે ક્ષણો છે તે ક્ષણોને જુઓ. અત્યારની ક્ષણે શરીરમાં શું થઈ Sી તો માપીરનું આરોગ્યશાસ્ત્ર + 10"
, ,
ર
મહાવીરનું આરિયર
ક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org