________________
ઔષધની સાથે મૈત્રીની ભાવના, અનુકંપાની ભાવનાનો પ્રયોગ કરવામાં આવે તો ઔષધની શક્તિ વધી જાય છે. જો બીમારી ક્રૂરતાને કારણે ઉત્પન્ન થઈ હોય તો ક્રૂરતાની વૃત્તિનું શુદ્ધીકરણ કરીને સૌની સાથે મૈત્રીની ભાવનાને પુષ્ટ કરવામાં આવે છે અને બીમારી ખતમ થઈ જાય છે.
જો બાહ્ય ઉપચારથી રોગ નષ્ટ ન થાય તો આત્યંતર ઉપાય કરવો જોઈએ. એક નવી વિધિનો પ્રસાર થશે અને સાચી ચિકિત્સા થશે. જો રોગીમાં મૈત્રી, પ્રમોદ અને કરુણાની ભાવના પેદા કરી શકાય, તેના મનની પ્રસન્નતા અને નિર્મળતા વધારી શકાય, ક્રોધ, માન, લોભ, માયા, ધૃણા, ઈર્ષ્યા વગેરે ભાવનાઓનું શુદ્ધીકરણ કરી શકાય તો એક આધ્યાત્મિક ચિકિત્સા પદ્ધતિનું ઉન્નયન થઈ શકશે અને તે પદ્ધતિનો આધાર હશે - કર્મવાદ.
Jain Educationa International
મહાપરિવું આર્યપશાસ્ત્ર ૪ ૩૪
For Personal and Private Use Only
www.jainelibrary.org