________________
તેવી મુદ્રામાં આખી રાત બેસી રહેવું, ઊકરૂં આસનમાં આખી રાત રહેવું –“એ આરોગ્ય વગર શક્ય નથી. જો આરોગ્ય સારું હોય તો વ્યક્તિ ઊકરૂં આસનમાં ચાર પ્રહર સુધી બેસી શકે છે, છ પ્રહર સુધી બેસી શકે છે. એવું વિધાન થયું કે મુનિએ ખુલ્લી જમીન ઉપર ન બેસવું. આસન પાથરીને બેસવું અથવા ઊકડું આસનમાં જ બેસવું. જેની પાસે આસન ન હોય તે ઊકહૂં આસનમાં જ પૃથ્વી ઉપર બેસે. આ આસનમાં લાંબા સમય સુધી બેસવાનું કેટલું બધું મુશ્કેલ છે ! આ આસનનું વિધાન શરીરને સાધવાની દૃષ્ટિએ ક૨વામાં આવ્યું છે. એમ કહેવાય છે કે શરીરને સાધો, તેને એટલું બધું સાધો કે તે તમને પજવે નહિ, કોઈ કષ્ટ પેદા ન કરે.
આરોગ્ય માટે ત્રણ અનિવાર્ય શરતો માનવામાં આવી છે : 1 મસ્તિષ્કની આર્દ્રતા બરાબર જળવાઈ રહેવી જોઈએ. જે મસ્તિષ્કીય મજ્જા છે, ગ્રે-મૈટર છે, તેમાં સૂકાપણું ન આવવું જોઈએ. 7 સુષુમ્મા અથવા કરોડરજ્જુ લચીલો રહેવો જોઈએ. સુષુમ્હાનો ભાગ જેટલો લચીલો હશે એટલું જ આરોગ્ય સારું રહેશે. 1 અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્રાવ સંતુલિત રહેવો જોઈએ. આ ત્રણ બાબતો હોય તો માણસ આરોગ્યની બાબતે નિશ્ચિંત રહી શકે છે.
જરૂરી છે સ્નાયવિક તનાવ
સ્નાયવિક તનાવ આપવો એ પણ ખૂબ જરૂરી બને છે. જો સ્નાયવિક તનાવ અથવા ખેંચાણ આપવામાં ન આવે તો સ્નાયવિક સંતુલન સમ્યક્ રહી શકતું નથી. ભલે હાથના સ્નાયુ હોય, પગના સ્નાયુ હોય કે ગરદનના સ્નાયુ હોય, જો તેમને ખેંચાણ અથવા શ્રમ આપવામાં ન આવે તો તે અવયવો નકામા બની જશે. હાથને ખેંચાણ ન આપીએ તો તે અકડાઈ જશે. જો પગના સ્નાયુઓને ખેંચાણ આપવામાં ન આવે તો ઘૂંટણનો દુખાવો, સંધિવા વગેરે પોતાનું ઘર બનાવી લેશે. વર્તમાનમાં ફિજિયોથેરેપીનો જે પ્રકલ્પ મેડિકલ સાયન્સ સાથે જોડાયો છે, મોટી મોટી હોસ્પિટલોમાં તેના વિભાગો ખૂલ્યા છે તેનો પ્રયોગ આ જ છે આસન કરો, વ્યાયામ કરો, કોઈ ને કોઈ કસરત અવશ્ય કરો. મલીનું આયશાસ્ત્ર
ઇ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org