________________
મળે છે તે ખૂબ મહત્ત્વની છે. ત્રણ પ્રકારનાં આસન કરવામાં આવે છે.
સૂઈ જઈને કરવામાં આવતાં આસન. 0 બેસીને કરવામાં આવતાં આસન.
ઊભા થઈને કરવામાં આવતાં આસન.
આસનનો પ્રારંભ કઈ સ્થિતિમાં કરવો? જૈન સાધનાપદ્ધતિ મુજબ સૌ પ્રથમ સૂઈ જઈને આસન કરવું જોઈએ. ત્યારબાદ બેસીને આસન કરવું જોઈએ અને ત્યારપછી ઊભા રહીને આસન કરવું જોઈએ. લાડનૂમાં પ્રેક્ષાધ્યાનની શિબિર ચાલી રહી હતી. દિલ્હીથી એક યોગી પધાર્યા. આસનો વિશે ચર્ચા ચાલી. મેં કહ્યું કે, આપણી સાધનાપદ્ધતિમાં સૌ પ્રથમ સૂઈ જઈને આસન કરવાનું વિધાન છે. પૂજ્ય ગુરુદેવનો એક ગ્રંથ છે – મનોનુશાસનમ્. તેમાં પણ એ જ ક્રમ બતાવવામાં આવ્યો છે. યોગીએ કહ્યું, આ ખૂબ જ વૈજ્ઞાનિક ક્રમ છે. તેમાં એક બાળકની જેમ ક્રમનો નિર્દેશ છે. બાળક સૌ પ્રથમ કયું આસન કરે છે ? તે ક્યારેય પહેલાં ઊભા રહીને આસન કરતું નથી. તે પહેલાં સૂઈ જઈને આસન કરે છે. બાળક ત્યાર પછી બેસવાનું શીખે છે અને ત્યારપછી ઊભા થવાનું શીખે છે. બે મહિનાનું બાળક ઊભું થઈ જાય એવું ક્યારેય થતું નથી. આપણા જીવનનો એક ક્રમ છે. જ્યારે આપણા જીવનની યાત્રા ગર્ભમાં શરૂ થાય છે ત્યારે આસનોને ક્રમ શરૂ થઈ જાય છે. ગર્ભસ્થ શિશુ પણ આસન કરે છે
આગમ સાહિત્યમાં એ દર્શાવવામાં આવ્યું છે કે જન્મ લીધા પછી જ નહિ, ગર્ભમાં પણ બાળક આસન કરે છે ! ગર્ભાવસ્થામાં કરવામાં આવતાં અનેક આસનોનો ઉલ્લેખ છે. ઠાણે સૂત્રમાં વિસ્તારપૂર્વક એ જણાવવામાં આવ્યું છે કે, ગર્ભાવસ્થામાં બાળક એવાં એવાં આસનોમાં રહે છે ક્યારેક તે પાર્શ્વશયન આસન કરે છે તો ક્યારેક તે ઉત્તાનશયન આસન કરે છે, ક્યારેક તે અવમશયન આસન કરે છે. તેમાં પણ બાળક વિશેષરૂપે ઉત્તાનશયન આસન કરે
છે. તે સીધું સૂએ છે. ખૂબ મુશ્કેલ છે સીધા સૂવાનું. ઘણા લોકો સીધા આ સૂઈ શકતા નથી. કાયોત્સર્ગમાં આવો પ્રયોગ કરાવવામાં આવે છે – “સીધા સૂઈ જઈને પ્રથમ ત્રણ વખત ખૂબ તનાવ આપો, પછી
રી મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + દડો
૨
. 1 મહાવા આયા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org