________________
વ્યક્તિમાં ઊર્જા ઘટી જાય છે. અધિક ભોજન અને કબજિયાત એ બંનેને ગઠબંધન છે. લોકો સામાન્ય રીતે એમ વિચારે છે કે વધુ ભોજન કરવાથી કબજિયાત દૂર થશે, પરંતુ એ ખ્યાલ ખોટો છે. તેનું કારણ એ છે કે ભોજન પચતું નથી, કાચો રસ બને છે. તેનું નિષ્કાસન કઠિન બને છે. તેના કારણે અનેક બીમારીઓ - સુસ્તી, મનની ઉદાસી, ગભરામણ વગેરે પેદા થાય છે.
ભગવાન મહાવી૨ે તે સમયની ભાષામાં જણાવ્યું કે, એક સ્વસ્થ માણસનો આહાર બત્રીસ કોળિયાનો હોય છે. તેનાથી એક કોળિયો, બે કોળિયા ઓછા ખાવા તે ઊણોદરી છે. ઊણોદરીના પણ અનેક પ્રકાર છે.
વૃત્તિ-સંક્ષેપ
તપસ્યા અથવા આરોગ્યનું ત્રીજું સાધન વૃત્તિ-સંક્ષેપ છે. જૈન પરંપરામાં આ પ્રવૃત્તિ વિશેષ પ્રચલિત છે. દ્રવ્યોના વિવિધ પ્રકારથી પરિસીમન કરવામાં આવે છે. આજે હું પાંચ દ્રવ્યોથી વિશેષ નહિ ખાઉં. આજે હું અમુક અમુક દ્રવ્યો નહિ ખાઉં. આજે હું માત્ર એક જ દ્રવ્ય ખાઈશ, અમુક ઘર સિવાય ક્યાંય કશું જ નહિ ખાઉં – નહિ પીઉં વગેરે. આમ વૃત્તિ-સંક્ષેપ દ્વારા અનેક બીમારીઓથી બચી શકાય છે.
રસ-પરિત્યાગ
આરોગ્યનું ચોથું સાધન રસ-પરિત્યાગ - રસોનું વર્જન – છે. રસોનું સેવન દ૨૨ોજ ન કરો. ક્યારેક કરો અને ક્યારેક છોડો, આ સંતુલન થકી શરીરની પુષ્ટિ જળવાઈ રહેશે અને વિજાતીય તત્ત્વનું નિષ્કાસન પણ સરળતાથી થતું રહેશે. આપણા ધર્મ સંઘમાં વિગયવર્જનની વ્યવસ્થા છે. આઠમ, ચૌદશ તથા અન્યાન્ય તિથિઓના દિવસે વિગયનું વર્જન કરો. ઔષધિનું સેવન કર્યું હોય ત્યારે વિગયનું વર્જન કરો વગેરે. આ રસ-પરિત્યાગની એક વિધિ છે.
પ્રાણઊર્જાનો વ્યય રોકો
તપસ્યાના પ્રારંભિક ચાર પ્રકારનાં સાધનો છે. તેમનો દિ પ્રયોગ કરવાથી બીજા ચિકિત્સકોની જરૂર પડતી નથી. વ્યક્તિ પાંત મનવીનું સેયશાસ્ત્ર + (S
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org