________________
સાથે એવો નિર્દેશ પણ આપે છે કે ઘી, ખાંડ બંધ કરો, દૂધ વધુ પ્રમાણમાં ન લો, પ્રાણીજ ચીજો ઓછી લો વગેરે. તેનું તાત્પર્ય એ જ છે કે ભોજન જેટલું ભારે હશે તેટલું આયુષ્ય ઓછું હશે અને આરોગ્ય પણ બગડતું જશે. આહાર કેવો હોવો જોઈએ
મુનિની આહારચર્યા બાબતે એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે શું મુનિએ સર્વથા લુખ્ખો આહાર જ લેવો જોઈએ અથવા સર્વથા ચીકણો આહાર જ લેવો જોઈએ ? સમાધાનમાં એમ કહેવામાં આવ્યું કે મુનિએ ક્યારેક લુખ્ખો અને ક્યારેક ચીકણો આહાર લેવો જોઈએ. જો તેણે પોતાની મેધા દ્વારા કામ લેવું હોય, આરોગ્યને બરાબર જાળવવું હોય, મૂત્ર-તંત્રને સ્વસ્થ રાખવું હોય તો ચીકણો આહાર લેવો જોઈએ. પરંતુ જો નિરંતર સ્નિગ્ધ આહાર લેવામાં આવે તો અનેક બીમારીઓ ઉત્પન્ન થઈ જશે. માનસિક રોગ તથા કામુકતાની સમસ્યાઓ ઊભી થશે. જો માત્ર લુઓ આહાર જ નિરંતર લેવામાં આવશે તો આરોગ્ય બગડશે તથા વારંવાર પ્રશ્રવણ કરવું પડશે, મૂત્રનો અવરોધ પેદા થશે. સ્વાધ્યાય વગેરેમાં અનેક વિગ્નો પેદા થશે. સ્નિગ્ધ આહારના નિરંતર સેવનથી વિકૃતિ વધે છે તો લુખ્ખા આહારના નિરંતર સેવનથી ક્રોધ, ચિડીયાપણું વધે છે. બંનેનું સંતુલન જાળવી રાખો – ક્યારેક સ્નિગ્ધ આહાર લો અને ક્યારેક લુઓ આહાર લો. આ આશયનો પ્રતિનિધિ શબ્દ છે – (અભિખ્ખણ નિશ્વિગંઇગયા અ)- વારંવાર વિગય-સ્નિગ્ધ આહારનો ત્યાગ કરવો.
ઉપવાસ
જૈન પરંપરા સંમત બાર પ્રકારની તપસ્યાઓ પૈકી પ્રથમ ચાર અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ અને રસ-પરિત્યાગ – પણ છે અને તે આરોગ્યનાં સૂત્રો પણ છે.
અનશનનો અર્થ માત્ર ઉપવાસ વગેરે કરવાનો જ નથી.] અમેરિકન ડૉક્ટર સેલ્ટને આહાર-ચિકિત્સા વિશે જે કાર્ય કર્યું છે, તે આરોગ્યનો સિદ્ધાંત છે. તેમણે કહ્યું કે આહારને કારણે વિષ જમા થાય છે. જો વિષને શરીરની બહાર કાઢવામાં ન આવે તો આરોગ્ય છે બગડી જાય છે. શરીરના વિજાતીય પદાર્થોના નિષ્કાસનનો એકમાત્ર
મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૮૪ લાખ
માધlt
આરાણાયામ રાજા દિપોવાળાTM ,
છે
.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org