________________
સ્રાવ સંતુલિત બને છે ત્યારે આરોગ્ય ટકી રહે છે અને જ્યારે તે સ્રાવ અસંતુલિત થઈ જાય છે ત્યારે અસ્વાસ્થ્ય પેદા થાય છે. એ જ રીતે આપણા ભીતરનો પ્રવાહ લેશ્યા પણ આપણા આરોગ્ય તથા અનારોગ્ય માટે જવાબદાર છે. આપણે પવિત્ર લેશ્યા અને ભાવનાનો પ્રયોગ કરીએ, મસ્તિષ્ક તેનાથી પ્રભાવિત થશે.
કાર્યકારી બને છે સ્નાયુગત સંસ્કાર
આગમોમાં એક મહત્ત્વનો શબ્દ છે ભાવિયપ્પા ભાવિતાત્મા. ભાવિતાત્મા એ છે કે જેણે પોતાના મનને ભાવિત, વાસિત કરી લીધું હોય. મસ્તિષ્ક અને સ્નાયુતંત્રને નિરપેક્ષ થઈને પોતાને અનુકૂળ બનાવી લીધું હોય. સ્નાયુગત સંસ્કાર ખૂબ કાર્યકારી બને છે. કેટલીક ક્રિયાઓ શારીરિક અને સ્નાયવિક અભ્યાસને કા૨ણે પણ ચાલે છે. જે ઘરમાં રહીએ છીએ અને દરરોજ જે દાદર ઉપર આરોહણ-અવરોહણ કરીએ છીએ ત્યાં દરરોજ જાગરૂક રહેવાની આવશ્યકતા રહેતી નથી. પગથિયાં ઉપર પગ આપોઆપ ઉપડશે અને આગળ વધતા જશે. દાદરની ઊંચાઈ તરફ પ્રત્યેક પળે ધ્યાન રાખવાની આવશ્યકતા રહેશે નહિ.આ બધું સ્નાયવિક અભ્યાસના કા૨ણે થાય છે. જો બીજા દાદરો ઉપર ચઢવું પડે તો ત્યાં અત્યંત જાગરૂક રહેવું પડે છે. બીજા દાદરોની ઊંચાઈને ધ્યાનમાં રાખીને પગ મૂકવો પડે છે. આપણે સ્નાયુતંત્રને જે અભ્યાસ આપીએ છીએ તે એવું જ કરતું રહે છે. કેટલીક વ્યક્તિઓને વિચિત્ર રૂપે સ્નાયવિક અભ્યાસ થઈ જાય છે. કેટલાક લોકોની આંગળીઓ હલતી રહે છે. કાગળ, પેન્સિલ ન હોવા છતાં લખવાની મુદ્રા બની રહે છે. એક માણસને એવો સ્નાયવિક અભ્યાસ હતો કે તે ગમે ત્યાં બેઠો હોય ત્યારે પણ સતત લીટીઓ દોર્યા કરતો હતો. એક વખત તે પોતાના મિત્રો સાથે નૌકાવિહાર માટે ગયો, ત્યાં પણ તે હાથ બહાર કાઢીને આંગળી વડે પાણી ઉપર લીટીઓ દોરવા લાગ્યો. લોકોએ તેના સ્નાયવિક અભ્યાસ માટે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
મસ્તિષ્કીય નિયંત્રણનું સૂત્ર
સ્નાયુતંત્રને કેવા પ્રકારનો અભ્યાસ આપવો છે તે બાબત વ્યક્તિ ઉપર નિર્ભર કરે છે. સારો કે ખરાબ જેવો અભ્યાસ આપવામાં
મહાવીરનું ચોયણાસ્ત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org