________________
છે કે રોગીને કયા પ્રકારનો રોગ છે. બીજું રૂપ એ છે કે કયા પ્રકારના રોગીને કયો રોગ છે? બંને વચ્ચે બહુ મોટો તફાવત પડી ગયો. રોગીને કયો રોગ? આ ભાષામાં આપણે રોગને જોઈએ છીએ અને રોગીને બિલકુલ ગૌણ બનાવી દઈએ છીએ. જ્યાં આપણે જોઈએ છીએ કે કેવા પ્રકારના રોગીને કયો રોગ છે. ત્યાં રોગી નજર સામે આવે છે, રોગ મુખ્ય નથી રહેતો. અનેકાન્તનો સિદ્ધાંત છે કે જ્યાં એક મુખ્ય બને છે ત્યાં બીજું ગૌણ બની જાય છે. જ્યાં રોગને મુખ્ય બનાવીએ છીએ ત્યાં રોગી ગૌણ બની જાય છે. જ્યાં રોગીને મુખ્ય બનાવીએ છીએ ત્યાં રોગ ગૌણ બની જાય છે. જ્યાં અવયવીને મુખ્ય બનાવીએ છીએ ત્યાં અવયવ ગૌણ બની જાય છે અને જ્યાં અવયવ મુખ્ય બને છે ત્યાં અવયવી ગૌણ બની જાય છે. આ બંને પાસાં આપણી સમક્ષ છે. શરીરથી પણ આગળ જોવું
પ્રશ્ન છે કે શું આપણે શરીરને જ જોવું કે પછી અવયવીને જ જોઈશું ? જો મહાવીરના દૃષ્ટિકોણને સમજવો હોય તો માત્ર આટલાથી કામ નહિ ચાલે. આપણે તેનાથી આગળ વધવું પડશે. શરીરને જુઓ તો શરીરની સાથે જે વિદ્યુત શરીર જોડાયેલું છે, જે તૈજસ શરીર છે તેને પણ જુઓ. પ્રાણશક્તિ કેવી છે ? તૈજસ શરીર કેટલું શક્તિશાળી છે? તેથી પણ આગળ એ જુઓ કે સૂક્ષ્મ શરીર કેવું છે? કર્મનો ઉદય કેવો છે ? શૂળ અવયવ, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મતમ શરીર આ બધું જ જુઓ. તેની સાથે મનને પણ જુઓ, ભાવને પણ જુઓ અને ચિત્તને પણ જુઓ. ચિત્તને જોઈને તમે સાચું નિદાન કરી શકશો, સાચી ચિકિત્સા કરી શકશો. આ તમામને અલગ-અલગ વિભાજિત કરવામાં આવે તો સાચી વાત જાણવા મળશે નહિ. જો કે વિશેષજ્ઞતાની દૃષ્ટિએ તેને વહેંચી શકાય છે, વિભક્ત કરી શકાય છે. એક ડૉક્ટર સર્જન છે અને એક ડૉક્ટર ફિજીશિયન છે. એક વાઢ-કામ કરે છે, ઓપરેશન કરે છે અને બીજો - સામાન્ય ચિકિત્સા કરે છે. સર્જરીનો વિભાગ અલગ છે અને સામાન્ય છે ચિકિત્સાનો વિભાગ અલગ છે. આ વિભાગોની ઉપયોગિતા પણ છે. પરંતુ સમગ્રતાની દૃષ્ટિએ જોઈએ તો બધું જ વિભક્ત થઈ શકતું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org