________________
ભાવ અને આરોગ્ય
આપણે સ્થૂળ જગતમાં જીવીએ છીએ, તેથી સ્થૂળને જાણવાનું, પકડવાનું આપણા માટે સરળ છે. આપણું એક જગત છે સૂક્ષ્મનું જગત. તે અદૃશ્ય છે તેથી અન્નેય પણ રહ્યું છે. તેને સહેલાઈથી જાણી શકાતું નથી. શરીર સ્થળ છે. મન શરીર કરતાં સૂક્ષ્મ છે. આપણે મનને પણ પકડી લઈએ છીએ. ભાવનું જગત અત્યંત સૂક્ષ્મ છે. સ્થળ
ગત અને સૂક્ષ્મ જગતની સાથે સંગમની એક શૃંખલા છે. તે શ્રૃંખલાને પકડવાનું સરળ લાગતું નથી. તેથી અત્યાર સુધી ચિકિત્સા ક્ષેત્રમાં આરોગ્ય બાબતે જે કોઈ અવધારણાઓ બની તે સ્થૂળસ્પર્શી છે. બે પ્રકારના રોગ માનવામાં આવે છે - શરીરનો રોગ અને મનનો રોગ. અગાઉ શરીરનો રોગ વિશેષ માનવામાં આવતો હતો પરંતુ હવે મનનો રોગ પણ ઠીકઠીક જાણીતો થયો છે. એમ માનવામાં આવે છે કે મન શરીરને પ્રભાવિત કરે છે. એક શબ્દ પણ પ્રચલિત થયો - મનોકાયિક રોગ. આ એક નવો સિદ્ધાંત વિકસ્યો છે. આર્યુવેદમાં તો શરૂથી જ તે માન્ય હતો, પરંતુ મેડિકલ સાયન્સમાં હવે ખૂબ સારી રીતે તેનો વિકાસ થયો છે. સ્વરૂપ છે ભાવ
ભાવ આપણા આરોગ્યને પ્રભાવિત કરે છે, એવી અવધારણા હજી પણ સ્પષ્ટ નથી, તેનું કારણ એ છે કે મન અને ભાવને એક જ ન સમજી લીધાં. વાસ્તવમાં તે બંને બિલકુલ ભિન્ન છે. તેમને એક - સમજીને આપણે ઘણીબધી સમસ્યાઓ ઊભી કરી દીધી છે. ભાવ
અને મનના પૃથફત્વને સમજવા માટે ભાવના સ્વરૂપને સમજવું ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org