________________
પર્યાપ્તિ અને આરોગ્ય
કેટલાક વિદ્વાનોએ આરોગ્ય વિષે પ્રત્યક્ષરૂપે વિચાર કર્યો અને કેટલાક વિદ્વાનોએ અન્ય તત્ત્વોનો વિચાર કર્યો. તેથી આરોગ્યનાં અનેક તત્ત્વો મળ્યાં. શરીર વિશે હજારો વર્ષોથી વિચાર થતો રહ્યો છે. વર્તમાન શરીરશાસ્ત્રીઓએ શરીરનાં સૂક્ષ્મતમ રહસ્યોને પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ભૂતકાળમાં જઈએ તો યોગના આચાર્યોએ શરીર બાબતે ખૂબ વિચાર કર્યો હતો. યોગની એનાટોમી સ્વતંત્ર બની ગઈ. યોગનું પોતાનું શરીરશાસ્ત્ર છે. તત્ત્વવેત્તાઓએ શરીર બાબતે વિચાર કર્યો તેથી તેમનું પણ એક અલગ શાસ્ત્ર બન્યું. અનેક ગ્રંથો છે તેથી અનેક કલ્પનાઓ અને ખ્યાલો શરીર બાબતે ઉપલબ્ધ થયાં છે. શરીર અને આરોગ્ય
આજે આપણે ભગવાન મહાવીરની વાણી અને આરોગ્ય વિશે વિચાર કરી રહ્યા છીએ. મહાવીરે પાંચ પ્રકારનાં શરીર ગણાવ્યાં છે :
૧. ઔદારિક શરીર ૨. વૈક્રિય શરીર ૩. આહારક શરીર ૪. તૈજસ શરીર ૫. કાર્પણ શરીર
એક છે આપણું સ્થૂળ શરીર જે દેખાય છે. બે શરીર સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે, તે દૃશ્ય નથી, પ્રત્યક્ષ નથી. બે શરીર એ છે કે જેનું નિર્માણ કરી શકાય છે. મૂળભૂત રીતે ત્રણ શરીર માની શકાય – લી, કોઈ મહાપીરનું આરોગ્યશાસ્ત્ર + 33 યા તો |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org