________________
एव अभिथुआ
अभित्थुया जे ए लोगस्स उत्तमा एदे लोगोत्तमा जिणा आरुग्ग बोहिलाभं
आरोग्गणाण लाहं समाहिवरमुत्तमं दितु
दिन्तु समाहिं च मे बोहिं चंदेसु निम्मलयरा
चंदेहिं णिम्मलयरा ७ आइच्चेसु...पयासयरा
आइच्चेहि अहिय पहाता सागरवर
सायरमिव ૧૪. છંદ : ચઉવીસત્યય એ પદ્યાત્મક રચના છે. પદ્યનો છંદ સામાન્ય રીતે અક્ષરમેળ કે માત્રામેળ હોય. આ કૃતિનું પ્રથમ પદ્ય અક્ષરમેળ છંદમાં-સિલોગમાં છે જ્યારે બાકીનાં છ યે પઘો માત્રામેળમાં-ગાહામાં છે. ગાહાના વિવિધ પ્રકારો પૈકી, પાંચ પ્રકારો પદ્ય રથી ૭માં જોવાય છે. કેમ કે ત્રીજા અને છઠ્ઠા પદ્યો એક જ પ્રકારના છંદમાં રચાયેલાં છે. એ છ પદ્યના છંદોનાં નામ અનુક્રમે નીચે મુજબ છે :
હંસી, લક્ષ્મી, માધવી, જાહ્નવી, લક્ષ્મી અને વિદ્યુત
ચઉવીસન્થય નાનકડી કૃતિ હોવા છતાં એમાં જે ગાહા છંદના પ્રકારોનું વૈવિધ્ય પ્રાપ્ત થાય છે એ એની વિશિષ્ટતા-મહત્તા સૂચવે છે.
૧૫. વિષય : ચઉવીસત્યયના વિષય તરીકે નિમ્નલિખિત પાંચ બાબતોને એમાં સ્થાન અપાયું છે
(૧) આ કૃતિના પ્રણેતાની પ્રતિજ્ઞા (૨) ઋષભદેવાદિ ચોવીસ તીર્થકરોનો નામોલ્લેખ (૩) એમને કરાયેલું વંદન (૪) તીર્થકરોનાં ગુણગાન (૫) યાચના આ પૈકી હું બીજી અને ચોથી એ બે બાબતો વિષે થોડુંક કહીશ.
૧૬. નામોલ્લેખ : ચઉવીસન્થયની રચના પ્રાકૃતમાં હોવાથી એમાં ચોવીસે તીર્થકરોનાં નામ એ જ ભાષામાં હોય તે સ્વાભાવિક છે. આ નામો વિવાહપણત્તિ (સ. ૨૦, ઉં. ૮, સુત્ત ૬૭૬) સાથે મોટે ભાગે સમાનતા ધરાવે છે, કેમ કે એમાં નીચે મુજબનાં નામોનો ઉલ્લેખ છે :
૧. આને અંગેની વિશેષ માહિતી માટે જુઓ પ્રસ્તુત પુસ્તક (પૃ. ૭૩-૮૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org