________________
[૮]
તપ ઉપધાન
શ્રીલોગસ્સસૂત્રરૂપ શ્રુતજ્ઞાનના અધ્યયનની અનુજ્ઞા માટે વિનયોપધાનની વિધિ
હે ગૌતમ ! એકાન્તિક, આત્યન્તિક, પરમશાશ્વત, ધ્રુવ, નિરંતર એવા સર્વોત્તમ સુખના આકાંક્ષીએ સૌથી પ્રથમ આદરપૂર્વક સામાયિકથી માંડીને લોકબિન્દુ (ચૌદમું પૂર્વ) સુધીના બાર અંગ પ્રમાણના શ્રુતજ્ઞાનનું કાલ લક્ષ્યમાં રાખીને તથા આયંબિલ વગેરે વિધિપૂર્વક ઉપધાનથી હિંસા વગેરેનો ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરીને સ્વર-વ્યંજન-માત્રા-બિંદુ-પદ તથા અક્ષર જરા પણ, ન્યૂન ન આવે એવી રીતે, પદચ્છેદ, ઘોષબદ્ધતા, પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી તથા અનાનુપૂર્વીથી ખૂબ વિશુદ્ધ રીતે તેમ જ ભૂલ્યા વિના એકાગ્રતાપૂર્વક જ્ઞાન મેળવવું જોઈએ.”
ઉપરનાં વાક્યો દ્વારા ચરમતીર્થપતિ શ્રીમહાવીરભગવંત શ્રીમહાનિસીહસુત્તમાં શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધ સૂત્ર અંગે જે નિર્દેશ કરે છે તે લોગસ્સસૂત્રના વિનય-ઉપધાનને પણ તેટલો જ લાગુ પડે છે.
તેની વિધિ દર્શાવતાં તે પરમોપકારી પરમેશ્વર જણાવે છે કે :
‘સુપ્રશસ્ત અને સુંદર તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન અને ચન્દ્રબલ હોય ત્યારે,
* કોઈ પણ સૂત્રનું અધ્યયન કરતાં પૂર્વે તે સૂત્રનું અધ્યયન કરવાની ગુરુમહારાજ પાસેથી અનુજ્ઞા પ્રાપ્ત કરવી જોઈએ. તે સિવાય તે સૂત્રનું અધ્યયન કરવાનો જૈનશાસ્ત્રોમાં નિષેધ છે. તે અનુજ્ઞા મેળવવા માટે અમુક અમુક પ્રકારનાં તપ તથા અમુક અમુક પ્રકારની ક્રિયાઓ નિર્મીત સમયપર્યત કરવાની હોય છે અને એ રીતે તે તે સૂત્રો માટે નિર્ણત કરેલ સમયપર્યન્ત કરાતી ક્રિયા તપ વગેરેને ઉપધાન કહેવામાં આવે છે. લોગસ્સસૂત્રરૂપ શ્રુતજ્ઞાનના અધ્યયનની અનુજ્ઞા મેળવવા માટે પણ આ રીતના ઉપધાન કરવાં જરૂરી ગણાયાં છે અને તેની વિધિ ઉપર મુજબ શાસ્ત્રકારોએ દર્શાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org