________________
લોગસ્સસૂત્ર સ્વાધ્યાય આ યંત્રો મહા પ્રાભાવિક છે, તેમ જ પંચષછિયંત્રગભિત સ્તવો પણ શ્રેષ્ઠ મંત્રસમાન, મહામાભાવિક-મહાચમત્કારિક છે. પંચષઝિયંત્રગર્ભિત ચતુર્વિશતિ જિનસ્તોત્રોમાં યંત્ર-પૂજનની વિધિ તથા ફલાદેશ આ રીતે આપવામાં આવેલ છે :
શુભ દિને પવિત્ર બની, શુભદ્રવ્યોથી, જાઈની કલમ વડે ચઢતા આંક લખવાપૂર્વક, તામ્રપત્ર ઉપર પંચષષ્ઠિતંત્રનું વિધિપૂર્વક આલેખન કરીને તે વિધિના જ્ઞાતા ગુરુ પાસે યંત્રની પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. ત્યાર બાદ તે યંત્રની ઘરમાં પ્રતિદિન પૂજા કરવાથી અથવા તો પૂર્વોક્ત રીતિથી શ્રેષ્ઠ ભૂપત્ર ઉપર યા યંત્રને આલેખીને માદળિયામાં મઢાવી પુરુષે પોતાની જમણી ભુજાએ અને સ્ત્રીએ પોતાની ડાબી ભુજાએ બાંધવાથી ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ઉપદ્રવો દૂર થાય છે, તેમ જ તેનાથી કોર્ટકચેરીના ઝઘડા, વાદ-વિવાદ વગેરેમાં જય થાય છે તથા સૌભાગ્યા અને સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે. પ્રયાણ, સ્થિરવાસ, યુદ્ધ, વાદવિવાદ, રાજા આદિનું દર્શન, વશીકરણ, પુત્રપ્રાપ્તિ, ધનાભિલાષા, વિષમમાર્ગભય, અગ્નિનો ઉપદ્રવ, માનસિક ચિંતાઓ વગેરે સર્વ ઉપદ્રવો વખતે તે રક્ષા કરનાર બને છે. એટલું જ નહિ પરંતુ આ યંત્ર સકલ ગુણોનું નિધાન છે, કારણ કે તેમાં શ્રી ચોવીસેય તીર્થંકરભગવંતો પ્રતિષ્ઠત થયેલા છે. આ યંત્રને હૃદયરૂપી કમલમાં જે કોઈ બુદ્ધિમાન ધ્યેયરૂપ ધારણ કરે છે તે મોક્ષલક્ષ્મીને પણ પ્રાપ્ત કરી શકે છે. શ્રી પંચષષ્ઠિયંત્રો આવાં પ્રભાવશાળી છે.
૧. પંચષછિયંત્ર
(મહાસર્વતોભદ્રપ્રકાર) રર | ૩ | 3 | | ૨૬ | ૨૪ | ૨૦ | ર? | ૨ | ૮
૧૮ | | ૨૦ |
ર૪ ૨૧
| ૬ | ૨૨ | ૨૭ | રર | ૪
ઉપર દર્શાવેલ પંચષષ્ઠિયંત્રનો નિર્દેશ કરતાં ત્રણ સ્તોત્રો સ્તોત્ર સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે, જે પૈકી બે સંસ્કૃતમાં છે અને એક ગુજરાતી ભાષામાં છે.
સંસ્કૃતના બે સ્તોત્રો પૈકીનું પ્રથમ સ્તોત્ર શ્રીજયતિલકસૂરિના શિષ્ય બનાવેલ છે. તે પ્રમાણે તે સ્તોત્રના પ્રાંત ભાગે કરાયેલા નિર્દેશથી જાણવા મળે છે. તે ઘણાં પુસ્તકોમાં મુદ્રિત થયેલ છે.
બીજું સ્તોત્ર આચાર્ય લક્ષ્મસૂરિકૃત છે અને તે કોઇક ચિંતામણિ ગ્રંથના પાછળના ક્ષેપક વિભાગમાંથી પ્રાપ્ત થયેલ છે. તે ત્રુટિત છે અને અદ્યાવધિ અમુદ્રિત છે.
૧. આ યંત્રને કોઇક ચિંતામણિપકવિભાગમાં શૂદ્ર વર્ણોત્તમ કહેવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org