________________
લોગસ્સસૂત્ર સ્વાધ્યાય
ઉપર આલેખેલ યંત્રનો નિર્દેશ કરતો એક સ્તોત્રાંશ સંસ્કૃત ભાષામાં મળે છે. જે અદ્યાવિધ
અમુદ્રિત છે.
૯૪
કોઇકચિંતામણિ (હસ્તલિખિત પ્રત)ના પ્રક્ષિપ્ત અંશમાં તે પ્રાપ્ત થાય છે અને તેના કર્તા શ્રી વિજયલક્ષ્મીસૂરિ છે.
વિજયલક્ષ્મીસૂરિ કૃત ૧૧ ગાથા પ્રમાણ સ્તોત્રનો આ ગાથા ૫ તથા ૬ પ્રમાણનો અંશ છે. તે સ્તોત્રના અંતે ‘વૈશ્ય વર્ણોત્તમ' એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તે સ્તોત્રાંશ અહીં આપવામાં આવે છે :
२५
आदौ सुव्रतकाभिनन्दनृजिनौ संघं जिनानन्तकं,
२१
वन्दे श्रीअजितं ततोऽष्टमजिनं भक्त्या सुपार्श्व नमम् । श्री श्रेयांस मरं च शीतलजिनं कुन्युं च तीर्थेश्वरं,
सार्वं श्रीविमलेश्वरं च सुविधि शान्ति प्रभुं संभवम् ॥५॥
१९
२४
श्रीधर्मं सुमति च मल्लिजिनकं पार्श्वं च वीरं प्रभुं, नेमिं नाभिजे वासुपूज्यजिनको पद्मप्रभाख्यं प्रभुम् । भक्त्या नौमि सदार्तिहारकमिदं श्रीपञ्चषष्ठीयकम्, स्तोत्रं सर्वजिनेश्वरैरभिगतं प्रेतादिविध्वंसकम् ॥६॥
પંચયિંત્રની સમજૂતિ :
મહાસર્વતોભદ્ર યંત્રના બોતેર પ્રકારોથી થતા પાંસઠના સરવાળાની સમજૂતી આ પ્રમાણે છે :— – એકથી આરંભી પચીસ સુધીના અંક પાંચ પંચક ચોરસ કોષ્ટકોમાં યથાવિધિ ગોઠવવાથી જે યંત્ર તૈયાર થાય તેને પંચયિંત્ર કહેવામાં આવે છે. તેનું બીજું નામ પંચગૃહયંત્ર પણ છે.
જુદી જુદી અનેક રીતે, પાંસઠનો સરવાળો આવે તે માટે આ યંત્રની રચના વિભિન્ન રીતે કરવામાં આવે છે. આવા પંચગૃહયંત્રો ૨૪૦૦ પ્રકારે બને છે.
તે મંત્રોનાં નામો મહાસર્વતોભદ્ર, સર્વતોભદ્ર, અતિભવ્ય અને ભવ્ય છે. આમાંથી મહાસર્વતોભદ્ર યંત્ર સર્વશ્રેષ્ઠ મનાય છે. તેનો સરવાળો બોતેર પ્રકારે કેવી રીતે થાય છે તેની સંપૂર્ણ સમજ માટે તે બોતેર પ્રકારો અહીં આલેખીને રજૂ કરવામાં આવ્યા છે.
१. येषु यन्त्रेषु पञ्चपञ्चकोष्ठकाङ्कमेलने द्वासप्ततिप्रकारैः पञ्चषष्टिः समेति ते महासर्वतोभद्राः ।
Jain Education International
—કોઇકચિન્તામણિ હ. લિ. ૫. ૩૬-૭૩
For Private & Personal Use Only
www.jainelibrary.org