Book Title: Logassasutra Swadhyay
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 173
________________ ૧૦૬ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય सिद्धा सिद्धि मम दिसंतु मम मनोवांछितं पूरय पूरय स्वाहा । આ મંત્ર ૧૦૦૪ વાર બીલીપત્ર ૧૦ હજાર વૃતસું હોમ કીજે. સકલ મનોવાંછિત સિદ્ધિ (દ્ધ) હોય, સર્વ લોકમાં યશ, પ્રતિષ્ઠા, કીર્તિ વધે. ઇતિ સપ્તમ મંડલ IIકા इति तीर्थंकरस्तवनमन्त्राक्षरफलम् । (૧૧)-૪ ફલાફલવિષયકપ્રશ્નપત્ર શ્રીમાનું જિનવિજયજી સંપાદિત “જૈન સાહિત્ય સંશોધક' નામના સૈમાસિક (ખંડ ૩જો અંક રજો પૃ. ૧૬૨થી ૧૬૫)માં આ “ફલાફલવિષયકપ્રશ્નપત્ર' નામની કૃતિ વિ. સં. ૧૯૮૩માં છપાયેલ છે. તે સિવાય આ કૃતિ પ્રાચીન હસ્તલિખિત પ્રતિમાં પણ જોવા મળે છે. જૈન સાહિત્ય સંશોધકના સંપાદકને ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીયશોવિજયજી વાચકની સ્વહસ્તલિખિત પ્રતિ પ્રાપ્ત થયેલી હોવાથી તેનો ફોટો ઉપર્યુક્ત અંકમાં મુદ્રિત કરેલ છે, તેથી તેની મહત્તા અનેકગણી વધી ગઈ છે. આની રચના છ ગૃહવાળાં ચક્રો દ્વારા કરવામાં આવી છે. દરેક ચક્રના ગર્ભમાં ‘ૐ શ્રી શ્રી મર્દ નમ:' એ મંત્ર આલેખવામાં આવ્યો છે અને ગૃહોમાં છ તીર્થકર ભગવંતોનાં નામ આલેખવામાં આવ્યાં છે. દરેક ચક્રમાં છ તીર્થકર ભગવંતનાં નામો આલેખવાથી એકંદર ચાર ચક્રોમાં ચોવીસે ય તીર્થકર ભગવાનોનાં નામો સમાવિષ્ટ થાય છે. - દરેક તીર્થંકરભગવંતના નામવાળા ગૃહમાં એક એક પૃચ્છા આલેખવામાં આવી છે, તેથી એકંદર ચોવીસ પૃચ્છા એટલે પ્રશ્નો આલેખાયા છે. ફલાફલવિષયક વિભાગમાં દરેક ભગવંતના નામ પર છ છ ફલાફલવિષયક ઉત્તરો રજૂ કરાયા છે, તેથી ચોવીશ પ્રશ્નના એકસો ચુંવાલીસ ફલાફલવિષયક ઉત્તરો પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે આ ફલાફલવિષયક પ્રશ્નપત્રની રચના છે. પ્રસ્તુત કૃતિ ચતુર્વિશતિ જિનના નામપૂર્વક હોવાથી આ ગ્રંથમાં તે સમાવિષ્ટ કરાઈ છે. આ ચક્રો દ્વારા પ્રશ્નોના ફલાફલવિષયક ઉત્તરો કેવી રીતે પ્રાપ્ત કરવા તે જાણવા માટે શ્રીઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં જ અવતરણ આપવું યોગ્ય થશે – 'ॐ ह्रीँ श्री अहँ नमः' एणिं मंत्रइं वार २१ स्थापना खडी अथवा पूगीफल अभिमंत्री मूकावीइ । जेह बोलनी पृच्छा करई तेह थुक जिहां थापना मूकइ तेहना तीर्थंकरनी फाटिं मूंकड़ । तेहनी ते ओली गणवी । पंडित श्रीनयविजयगणिशिष्य गणिजसविजय लिखितं ॥६॥ સમજૂતી– ૬ શ્રી મર્દ નમ: એ મંત્રથી ખડી (ચાક) અથવા પૂગીફળ (સોપારી) વાર ૨૧ મંત્રિત કરવી અને પછી ઉપર્યુક્ત ચાર ચક્ર પૈકી જે ચક્રમાં આપણી પૃચ્છા એટલે પ્રશ્ન લખેલ હોય તે ચક્રના કોઈ પણ ગૃહમાં તે પૂગીફળને સહજ ભાવે મૂકવું. આપણી પૃચ્છા જે ગૃહમાં લખેલ હોય તે ગૃહની સંખ્યા પહેલી સમજીને પૂગીફળ જયાં મૂકેલ હોય તે ત્યાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182