________________
૧૦૧
પંચષઝિયંત્રગર્ભિત ચતુર્વિશતિ જિનસ્તોત્રો તથા પંચષષ્ઠિ યંત્રો
કોઇકચિંતામણિ'નો પરિચય –
કોઇકચિંતામણિ' નામનો પદ્યાત્મક ગ્રંથ દોઢસો ગાથા પ્રમાણ પ્રાકૃત ભાષામાં છે. પાછળ આપેલ મહાસર્વતોભદ્રનાં ૭૨ પ્રકારનાં ચોકઠાં તેમાંથી લેવામાં આવ્યાં છે, તે ઉપર અંકયર્નાનિધાના' નામની સ્વોપજ્ઞ ટીકા સંસ્કૃત ભાષામાં છે.
પ્રસ્તુત ગ્રંથના કર્તા વાચનાચાર્ય શ્રી શીલસિહ છે એ ગ્રંથના પ્રાંતે રહેલી પ્રશસ્તિના નિમ્ન શબ્દોથી જાણવા મળે છે –
"......वाचनाचार्यशीलसिंहनिर्मितायामङ्कयन्त्रनिधानायां स्वोपज्ञश्रीकोष्ठकचिन्तामणिग्रन्थवृत्तौ"
શ્રીશીલસિંહમુનિ આગમિક ગચ્છની પરંપરામાં થયા છે. આગમિક ગચ્છમાં શ્રીશીલગુણસૂરિની પાટે શ્રીજયાનંદસૂરિ થયા. તેમનો સત્તાકાળ વિક્રમની પંદરમી શતાબ્દીના મધ્યકાળથી આરંભી સોળમી શતાબ્દીના મધ્યકાળ પૂર્વેનો હતો. તેમના શિષ્ય શ્રીશીલસિંહ વાચનાચાર્ય થયા. એટલે અનુમાન થાય છે કે કોઇકચિંતામણિનો રચનાકાળ સોળમી શતાબ્દીનો છે.
વાચનાચાર્ય શ્રીશીલસિંહ ગણિતશાસ્ત્ર જેવા કૂટ વિષયને મંત્રયોગની અર્થક્રિયાકારી દષ્ટિએ તપાસ્યો છે. તેમણે તેને અંકયંત્રવિધાનાત્મક વિજ્ઞાનમાં કુશળ રીતે ઢાળ્યો છે, આ કુશાગ્રબુદ્ધિનું
કાર્ય છે.
આ ગ્રંથ અદ્યાવધિ અમુદ્રિત છે. તેની એક ફોટોસ્ટેટિક કોપી શ્રી જૈનસાહિત્ય વિકાસ મંડળના પુસ્તકાલયમાં છે. તે ઉપરથી લોગસ્સસૂત્રના સંદર્ભ પૂરતો વિષય અહીં રજૂ કરવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org