________________
૪૩
તેમાં તે તે વસ્તુનું સામર્થ્ય જ કારણ છે. તીર્થકરો વીતરાગ હોવાથી પ્રસન્ન અગર નારાજ નથી થતા એટલા માત્રથી તેમનામાં તેમની સ્તુતિ કરનારનાં ઇષ્ટને સિદ્ધ કરવાનું સામર્થ્ય નથી, એવો અર્થ કાઢવો તે યોગ્ય નથી. વસ્તુસ્વભાવના નિયમ મુજબ પ્રત્યેક વસ્તુ પોતાનું કાર્ય કરે જ છે, તો પછી તીર્થંકર પરમાત્મા સર્વોચ્ચ પરમવસ્તુ સ્વરૂપ હોવાથી પોતાનું કાર્ય કરે, એમાં શી નવાઈ ? તીર્થકરોનું કાર્ય ભવ્ય આત્માઓને રાગાદિ ક્લેશનું નિવારણ કરાવીને ભવસમુદ્રનો પાર પમાડવાનું છે. તે કાર્ય તીર્થકરોની સ્તુતિ યા ભક્તિ દ્વારા થાય જ છે. અહીં એ પ્રશ્ન ઊભો થશે કે ભવ્ય આત્માઓના ઇષ્ટની સિદ્ધિ તીર્થકરોની ઉપાસનાથી થઈ, તેમાં તીર્થકરોએ શું કર્યું? તેનું સમાધાન એ છે કે સ્તુતિ કરનાર ભલે સ્તુતિ કરે પણ સ્તુતિનો વિષય તીર્થકરોને છોડીને બીજા હોય તો તેથી ઈષ્ટસિદ્ધિ થાય ખરી ? જો ન થાય તો કાર્યની સિદ્ધિ માત્ર સ્તુતિથી નહિ પણ સ્તોતવ્યના પ્રભાવથી થઈ એમ સ્વીકારવું જોઈએ. સ્તુતિ તો માત્ર દ્વાર બને છે. સ્તુતિરૂપી દ્વારા વડે તીર્થકરોરૂપી લારીની અન્યથાસિદ્ધિ થઈ શકતી નથી. મંત્રાદિની ઉપાસનાથી જે ફળ થાય છે, તે ફળ મંત્રાદિથી થયું એમ મનાય છે. મંત્રાદિનો જ એવો કોઈ પ્રભાવ છે કે તેની ઉપાસના દ્વારા તે ઇષ્ટોત્પાદક થાય છે. તે જ રીતે અહીં તીર્થકર ભગવંતોનો પોતાનો જ કોઈ એવો અચિંત્ય પ્રભાવ છે કે જેથી સ્તુતિ કરવાવાળાઓને ઈષ્ટની સિદ્ધિ થાય છે અર્થાત ઈષ્ટની પ્રાપ્તિમાં સ્તુતિક્રિયાની અપેક્ષાએ સ્તુતિના વિષયભૂત તીર્થકર ભગવંતોનું જ વિશેષ માહાભ્ય છે. આરોગ્ય બોધિલાભ અને ઉત્કૃષ્ટ સમાધિ –
લોગસ્સસૂત્રની છઠ્ઠી ગાથામાં કહ્યું છે કે “મેં નામ લારાએ ભગવાનનું કીર્તન કર્યું, મનવચન-કાયાના યોગ દ્વારા ભગવાનનું વંદન કર્યું તેના ફળસ્વરૂપ મને દ્રવ્ય-ભાવ આરોગ્ય, જિન ધર્મની પ્રાપ્તિરૂપી બોધિ અને ઉત્કૃષ્ટ એવી ભાવસમાધિને આપનારા થાઓ.” આ પણ એક પ્રાર્થનારૂપી પ્રણિધાન જ છે. કોઈ પણ પ્રવૃતિની સફળતાનો આધાર તેની પાછળ રહેલા સંકલ્પના બળ ઉપર છે. કહ્યું છે કે, સંકલ્પાહીન કર્મ ફળતું નથી. અહીં પણ ભગવાનની સ્તુતિ દ્વારા સ્તુતિ કરનાર પોતે જે ફળને ઇચ્છે છે તેનો સંકલ્પ કરવામાં આવ્યો છે. એ સંકલ્પની પૂર્તિ “ભગવાનના સામર્થ્યથી મને થાઓ' એવી ભાવના પ્રકટ કરવામાં આવી છે. મોક્ષમાર્ગની સાધનામાં અતીવ ઉપયોગી એવી ત્રણે વસ્તુ આ એક જ ગાથામાં સંગ્રહી લેવામાં આવી છે. સંપૂર્ણ ભાવ આરોગ્ય મોક્ષમાં છે, તેનો હેતુ ભાવસમાધિ છે અને ભાવસમાધિનો હેતુ બોધિલાભ અર્થાત્ રત્નત્રયાત્મક જિનધર્મની પ્રાપ્તિ છે એ ત્રણેની સિદ્ધિ તીર્થકર ભગવંતોના અનુગ્રહથી થાય છે. શ્રીમહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે આઠે કર્મથી મુક્ત થયેલા ત્રિદશપૂજિત તીર્થકરોનું નામ પણ જેઓ શીલ-સંયમથી યુક્ત બનીને ત્રિકરણ યોગે ગ્રહણ કરે છે, તેઓ અલ્પકાળમાં જ સિદ્ધિ ગતિને પામે છે. અહીં
૧. VITH સ મૂઠ્ઠું-મતવાનંદં વિષ્પમુક્વાઇi |
तियसिंदच्चियचलणाण, जिणवरिंदाण जो सरइ ॥१॥ तिविहकरणोवउत्तो, खणे खणे सीलसंजमुज्जुत्तो । । अविराहियवयनियमो, सो वि हु अइरेण सिज्झेज्जा ॥२॥
श्रीमहानिशीथसूत्र-प्रथमाध्ययने
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org