________________
વિવરણ
૩૧ વિભાષા અહીં શી લેવી ? તેનું સ્પષ્ટીકરણ કરતાં આ. હા. ટી. જણાવે છે કે–૧૯ ‘આરોગ્ય આદિ આપો તે શું નિદાન છે ? જો નિદાન હોય તો તેનાથી સર્યું, કારણ કે સૂત્રમાં તેનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. જો નિદાન ન હોય તો તેનું (‘હિંદુ' પદનું) ઉચ્ચારણ જ વ્યર્થ છે. તેના પ્રત્યુત્તરમાં ગુરુ કહે છે કે–અહીં વિષયવિભાગની વ્યવસ્થા વડે વ્યાખ્યા કરવી. એટલે કે આ નિદાન નથી; કારણ કે તે કર્મબંધમાં હેતુ નથી. મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાયો અને યોગો (મન-વચન-કાયાના) એ બન્ધના હેતુ છે. જ્યારે મુક્તિની પ્રાર્થનામાં આ ઉપર ગણાવ્યા તે પૈકી એકનો પણ સંભવ નથી અને તેનું ઉચ્ચારણ (આરોગ્યાદિ આપો) પણ વ્યર્થ નથી કારણ કે તેનાથી (ત ઉચ્ચારણથી) અન્તઃકરણની શુદ્ધિ થાય છે.
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે –
આ પ્રકારે આ નિદાન નથી તે બરાબર છે તો પણ (આ યાચના) તે દુષ્ટ જ છે; કારણ કે સ્તુતિ દ્વારા ભગવંતો આરોગ્યાદિ આપનારા થાય છે કે નહિ ? જો “થાય છે' એમ કહો તો તેમનામાં રાગાદિની સત્તાનો પ્રસંગ આવશે; જો ‘નથી થતા' એમ કહો તો તેઓ આરોગ્ય આદિના પ્રદાનથી રહિત છે એ જાણવા છતાં ય પ્રાર્થના કરવામાં મૃષાવાદનો દોષ આવશે. તેના પ્રત્યુત્તરમાં ગુરુ જણાવે છે કે આ રીતે પ્રાર્થનામાં મૃષાવાદનો સંભવ નથી; કારણ કે આ અસત્યામૃષા નામની ભાષા છે અને તે (ભાષા) આમત્રણ આદિ ભેદથી અનેક પ્રકારની છે. કહ્યું છે કે–આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પૃચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઇચ્છાનુલોમા, અનભિગૃહીતા, અભિગ્રહવિષયા, સંશયકરણી, વ્યાકૃતા તથા અવ્યાતા આ બધી અસત્યામૃષા ભાષા છે. તે પૈકી અહીં યાચનીનો અધિકાર છે. એટલે કે અહીં “યાચની' ભાષા છે; કારણ કે ‘આરોગ્યબોધિલાભ અને ભાવસમાધિને આપો’ તે પદ યાચનાના અર્થમાં છે.
૧૧૯. કુમારોભ્યાદ્રિ તુ, દ્રિ નિદ્રાનમન્નમન, કૂવે પ્રતિધિત્વ, 1 વેદ્ વ્યર્થવોલ્વીરમિતિ, ગુરુરીહં
'विभासा एत्थ कायव्व'त्ति विविधा भाषा विभाषा-विषयविभागव्यवस्थापनेन व्याख्येत्यर्थः, अत्र कर्तव्या, इयमिह भावना - नेदं निदानं, कर्मबन्धहेतुत्वाभावात्, तथाहि - मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः न च मुक्तिप्रार्थनायाममीषामन्यतरस्यापि सम्भव इति, न च व्यर्थमेव तदुच्चारणमिति, ततोऽन्तःकरणशुद्धेरिति गाथार्थः ॥१०९४॥ आह-न नामेदमित्थं निदानं, तथापि तु दुष्टमेव, कथं ? इह स्तुत्या आरोग्यादिप्रदातार: स्युर्न वा ? यद्याद्यः पक्षस्तेषां रागादिमत्त्वप्रसङ्गः, अथ चरमस्तत आरोग्यादिप्रदानविकला इति जानानस्यापि प्रार्थनायां मृषावाददोषप्रसङ्ग इति, न, इत्थं प्रार्थनायां मृषावादायोगात्, तथा चाह-भाषा असत्यामृषेयं वर्तते सा चामन्त्रण्यादिभेदादनेकविधा, तथा चोक्तम्"आमंतणि आणवणी जायणि तह पुच्छणी य पन्नवणी । पच्चक्खाणी भासा भासा इच्छाणुलोमा य ॥१॥ अणभिग्गहिया भासा भासा य अभिग्गहमि बोधव्वा । संसयकरणी भासा, वोयड अव्वोयडा चेव ॥२॥" इत्यादि, तत्रेह याचन्याऽधिकार इति, यतो याञ्चायां वर्तते, यदुत-'आरुग्गबोहिलाभं समाहिवरमुत्तमं दितु' ત્તિ !
–આ. હા, ટી., ૫, ૫૦૮ આ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org