________________
[૬]
ટિપ્પણ
लोगस्स उज्जोअगरे
‘લોક' શબ્દથી અહીં “પંચાસ્તિકાયાત્મક લોક' સમજવાનો છે.” “પંચાસ્તિકાય' એટલે (૧) ધર્મ' (ધર્માસ્તિકાય), (૨) “અધર્મ' (અધર્માસ્તિકાય) (૩) “આકાશ' (આકાશાસ્તિકાય) (૪) પુદ્ગલ' (પુદ્ગલાસ્તિકાય) અને (૫) “આત્મા” (જીવાસ્તિકાય)–
(૧) ધર્મ (ધર્માસ્તિકાય) એટલે ગતિશીલ પુદ્ગલો અને જીવોને ગતિમાં નિમિત્ત થનારું અરૂપી દ્રવ્ય. પાણીમાં તરી રહેલી માછલીનું ઉદાહરણ વિચારવાથી તે વાત સ્પષ્ટ રીતે સમજાય છે. માછલીમાં તરવાની શક્તિ રહેલી છે અને પાણી તેને સહાયક બને છે, તે જ રીતે પુગલો અને જીવો ગતિ કરવામાં સમર્થ છે, તેઓને ધર્મરૂપી દ્રવ્ય ગતિમાં નિમિત્ત બને છે.
(૨) “અધર્મ' (અધર્માસ્તિકાય) એટલે પુદ્ગલો અને જીવોને સ્થિર રહેવામાં (સ્થિતિમાં) નિમિત્ત થનારું અરૂપી દ્રવ્ય. સ્થિર રહેવાની ઇચ્છાવાળા મનુષ્યને સ્થિર રહેવામાં જે રીતે શવ્યા તથા આસન સહાયભૂત થાય છે, તે રીતે આ દ્રવ્ય પુગલો તથા જીવોને સ્થિર રહેવામાં નિમિત્તભૂત થાય છે.
(૩) “આકાશ' (આકાશાસ્તિકાય)નું લક્ષણ અવગાહપ્રદાન મનાયું છે. બીજા દ્રવ્યોને પોતામાં સ્થાન આપવું એ આકાશનું કાર્ય છે. આકાશદ્રવ્ય સ્વરૂપથી એક અને અખંડ છે, છતાં વ્યવહારથી તેના બે ભેદો ગણાય છે. (૧) “લોકાકાશ' અને (૨) “અલોકાકાશ.” જેટલા ભાગમાં ધર્મ (ધર્માસ્તિકાય) અને “અધર્મ' (અધર્માસ્તિકાય) છે અને તેને લીધે જયાં સુધી પુદ્ગલો અને જીવો ગતિ અને સ્થિતિ કરી શકે છે, તેટલા ભાગને લોક સંબંધી આકાશ અર્થાત્ “લોકાકાશ કહેવાય છે અને જેટલા ભાગમાં માત્ર આકાશ સિવાય બીજું એક પણ દ્રવ્ય નથી, તે અલોકાકાશ' કહેવાય છે. “આકાશ' અનંત છે.
૧, મયં વેદ તીવ્રતુ પતિયાત્મ Juતે |
–આ. હા. ટી., ૫. ૪૯૪. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org