________________
ટિપ્પણ
(૪) “પુદ્ગલ' (પુદ્ગલાસ્તિકાય) એટલે પૂરણ અને ગલનસ્વભાવવાળું, અણુ અને સ્કંધરૂપ તેમ જ વર્ણાદિગુણવાળું દ્રવ્ય. પૂરણ એટલે ભેગા થવું અથવા એકબીજા સાથે જોડાવું અને ગલન એટલે છૂટા પડવું. “વર્ણાદિ-ગુણ'માં “વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દનો સમાવેશ થાય છે.
(૫) “જીવ (જીવાસ્તિકાય) એટલે શરીરથી ભિન્ન, ચૈતન્યગુણવાળો આત્મા. જીવનશક્તિ ધારણ કરવાના ગુણને લીધે તે “જીવ' કહેવાય છે. જીવતો હતો, જીવે છે અને જીવશે તે “જીવ.” “ઉપયોગ, અનાદિનિધનતા, શરીર-પૃથક્વ, કર્મ-કર્તૃત્વ, કર્મ-ભોકતૃત્વ, અરૂપીપણું આદિ” અનેક લક્ષણોથી તે યુક્ત છે. આ જીવનની ક્રિયા જેના વડે શક્ય બને છે, તેવા જીવંતશરીરને પણ ઉપચારથી “જીવ' કહેવામાં આવે છે.
આ પાંચ દ્રવ્યો “અસ્તિકાય' કહેવાય છે. આ દ્રવ્યો જેટલા ભાગમાં સાથે રહેલાં છે તેટલો ભાગ ‘લોક' કહેવાય છે. પાંચે “અસ્તિકાયો લોકમાં સર્વત્ર વ્યાપ્ત છે, તેથી “લોક' પંચાસ્તિકાયાત્મક કહેવાય છે : તે “લોક'નો સામાન્ય પરિચય ત્રણ વિભાગથી અને વિશેષ પરિચય ચૌદ વિભાગથી થાય છે. ત્રણ વિભાગ તે ‘ઊર્ધ્વલોક, તિર્ય લોક અને અધોલોક.” ચૌદ વિભાગ તે ચૌદ “રાજલોક' છે. તે ચૌદ રાજલોક”નો પરિચય નીચે મુજબ છે :
ચૌદ “રાજલોક'નો આકાર કેડે બન્ને હાથ રાખીને બે પગ પહોળા કરી ટટ્ટાર ઉભેલા પુરુષ જેવો છે. તેમાં પગથી કેડ સુધીનો ભાગ તે “અધોલોક' છે. નાભિ પ્રદેશ તે તિર્યલોક' છે અને ઉપરનો ભાગ તે “ઊર્ધ્વલોક' છે. તે તમામ ઊંચાઈના ચૌદ સરખા ભાગ કલ્પવા તે ચૌદ રાજ' અથવા ચૌદ રજુ કહેવાય છે અને તેવા ચૌદ રાજપ્રમાણ જે લોક તે ચૌદ રાજલોક' કહેવાય છે. એક રાજનું માપ ઘણું મોટું હોવાથી તે યોજનોની સંખ્યા વડે દર્શાવી શકાય તેવું નથી, એટલે તેને ઉપમા વડે દર્શાવવામાં આવ્યું છે, જેમ કે નિમિષ માત્રમાં લાખ યોજન જનારો દેવ છ માસમાં જેટલું અંતર વટાવે, તે “
રજુ.” અથવા ૩, ૮૧, ૨૭,૯૭૦ મણનો એક ભાર એવા એક હજાર ભારવાળા તપેલા ગોળાને જોરથી ફેંકવામાં આવે અને તે ગતિ કરતો કરતો છ માસમાં જેટલું અંતર કાપે તે “
રજુ.” આ માપ પણ બાલજીવોને સમજવા પૂરતું છે, કેમ કે આ રીતે પણ સંખ્યાતા યોજન જ થાય, જ્યારે એક “
રજુ' અસંખ્યાતા યોજનાનો છે. અવકાશમાં રહેલા પદાર્થોની ગણતરીમાં હાલના વૈજ્ઞાનિકો પણ આવા ઉપમાનોથી જ તેમની ગણતરી રજૂ કરે છે.
સાત રાજથી કંઈક વધારે ભાગમાં “અધોલોક છે અને સાત રાજથી કંઈક ઓછા ભાગમાં ઊર્ધ્વલોક” છે. વચ્ચેના નવસો યોજનનો ભાગ-જે નીચેથી રાજનો ક્રમ ગણતાં આઠમા રાજમાં આવે છે, તે “તિર્યલોક' કહેવાય છે.
ચૌદ રાજલોકમાં સૌથી ઉપર “સિદ્ધશિલા છે, તેની નીચે પાંચ “અનુત્તર વિમાનો' તેની નીચે નવ “કૈવેયક', તેની નીચે બાર “દેવલોકો”, તેની નીચે “જયોતિષ-ચક્ર' (ચન્દ્ર-સૂર્યાદિ) અને તેની નીચે “મનુષ્યલોક' છે. આટલાં સ્થાનો સાત રાજલોકમાં સમાયેલાં છે. તેની નીચે અનુક્રમે
વ્યંતર,” “વાણ વ્યંતર’ અને ‘ભવનપતિ' દેવોનાં સ્થાનો અને “ઘર્મા' પૃથ્વીનાં પ્રતરો એકબીજાને આંતરે છે અને તેની નીચે ‘વંશા, શેલા, અંજના, રિષ્ટા, મઘા અને માઘવતી' નામના વિભાગો છે. જેમાં અનુક્રમે સાત નરકો સમાયેલાં છે. “ઘર્મા'માં પહેલું નરક છે યાવત્ “માઘવતી'માં સાતમું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org