________________
૫૨
લોગસ્સસૂત્ર સ્વાધ્યાય
અદ્વિતીય છે તેને આધીન (તે તીર્થંકરનામકર્મગોત્રને આધીન) જે સુંદર, દીપ્ત, મનોહરરૂપ અને દશે દિશાઓમાં પ્રકાશમાન નિરુપમ એક હજાર અને આઠ લક્ષણો તેનાથી તે ભગવંતો મંડિત હોવાથી જગતમાં ઉત્તમોત્તમ જે લક્ષ્મી તેના નિવાસ માટે વાસવાપિકા જેવા છે. ઉપરાંત દેવતા અને મનુષ્યો તેમને જોવામાત્રથી તે જ ક્ષણે અન્તઃકરણમાં ચમત્કાર પામે છે અને તેમના નેત્રો તથા મનમાં અતુલ વિસ્મય અને અપાર પ્રમોદ ઉત્પન્ન થાય છે, કારણ કે સંપૂર્ણ પાપકર્મો રૂપી મલના કલંકથી તેઓ રહિત હોય છે. સમચતુરગ્ન સંસ્થાન તથા શ્રેષ્ઠ એવું જે વજઋષભનારાચસંઘયણ તેનાથી અધિષ્ઠિત હોવાથી પરમ પવિત્ર ઉત્તમ આકારને તેઓ ધારણ કરનારા હોય છે. મહાયશસ્વી, મહાસત્ત્વશાલી, મહાન આશયવાળા, પરમપદમાં રહેનારા, તે જ ભગવંતો સદ્ધર્મ તીર્થંકરો હોય છે. વળી કહ્યું છે કે—સમગ્ર મનુષ્યો, દેવો, ઇન્દ્રો અને સુંદરીઓનાં રૂપ, કાન્તિ તેમ જ લાવણ્ય—આ બધાંને એકઠાં કરીને કોઈ પણ રીતે તેનો એક પિંડ બનાવવામાં આવે અને તેને જિનેશ્વર સામે તુલના માટે મૂકવામાં આવે તો તે પિંડ જિનેશ્વરના ચરણના અંગૂઠાના અગ્ર ભાગનો એક પ્રદેશ તેના લાખમા ભાગે પણ તે શોભતો નથી પણ સુવર્ણગિરિ મેરુ પર્વતની સામે રાખનો ઢગલો જેવો લાગે તેવો લાગે છે.
અથવા તો સર્વ સ્થાને જુદી જુદી વ્યક્તિઓમાં રહેલા જુદા જુદા ગુણોને જાણીને અને તે તે ગુણો શ્રીતીર્થંકરભગવંતના ગુણોના અનંતમાં ભગે પણ ન આવતા હોઈને શ્રીતીર્થંકરભગવંતના ગુણોની તુલના કરવા માટે કદાચ ત્રણે ય ભુવનોને એક કરવામાં આવે અને તેને એક દિશામાં ઊભું રાખી એક તરફ તેમના સર્વ ગુણો મૂકી બીજી તરફ શ્રીતીર્થંકરભગવંતના ગુણોને મૂકવામાં આવે તો પણ પરમપૂજ્ય શ્રીતીર્થંકરભગવાનના ગુણો આ સર્વ ગુણોથી અધિક હોય છે અને તેથી જ શ્રીતીર્થંકરભગવંતો જ અર્ચના કરવા યોગ્ય છે, વંદનીય છે, પૂજનીય છે, અર્હત્ છે, ગતિ છે, મતિથી સમન્વિત છે. તેથી તે શ્રીધર્મતીર્થંકરભગવંતોને ભાવથી નમસ્કાર કરો.
अरिहंते —
શ્રી ‘મહાનિસીહ' સૂત્રમાં ‘અરિહંત' વિષે નીચે પ્રમાણે ઉલ્લેખ છે :~~~~
‘મનુષ્ય, દેવતા અને દાનવોવાળા આ સમગ્ર જગતમાં આઠ મહાપ્રાતિહાર્ય વગેરેના પૂજાતિશયથી ઉપલક્ષિત, અનન્યસદેશ, અચિંત્ય માહાત્મ્યવાળી, કેવલાધિષ્ઠિત, પ્રવર ઉત્તમતાને જેઓ યોગ્ય છે તે ‘અ ંત’ છે. સમગ્ર કર્મોના ક્ષય થવાથી, સંસારના અંકુરા બળી જવાથી ફરીવાર અહીં આવતા નથી, જન્મ લેતા નથી, ઉત્પન્ન થતા નથી, તે કારણે એ ‘અનંત' પણ કહેવાય છે. વળી, તેમણે સુદુર્જય સમગ્ર આઠ પ્રકારના કર્મરૂપી શત્રુઓને મથી નાખ્યા છે, હણી નાખ્યા છે, દળી નાખ્યા છે, પીલી નાખ્યા છે, નસાડી મૂકયા છે અથવા પરાજિત કર્યા છે, તેથી
3.
सनरामरासुरस्य णं सव्वस्सेव जगस्स अट्ठमहापाडिहेराइपूयाइसओवलक्खियं अणण्णसरिसमचितमाहप्पं केवलाहिट्ठियं पवरुत्तमत्तं अरहंति ति अरहंता । असेसकम्मक्खएणं निदड्डूभवंकुरत्ताओ न पुणेह भवंति जम्मंति उववज्जंति वा अरुहंता वा णिम्महियनिहयनिद्दलियविलीयनिट्ठवियअभिभूयसुदुज्जयासेसअट्ठपयारकम्मरिउत्ताओ वा अरिहंतेति वा, एवमेते अणेगहा पन्नविज्जंति परूविज्जंति आघविज्जंति पट्ठविज्जति दंसिज्जति उवदंसिज्जति । ~~~મહાનિસીહસૂત્ર (નમસ્કારસ્વાધ્યાય, (પ્રા. વિ.,) પૃ. ૪૨)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org