Book Title: Logassasutra Swadhyay
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 111
________________ ૪૮ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય નરક છે. આ રીતે “લોક' શબ્દ પદ્રવ્યનો પ્રદર્શક હોવા સાથે “પંચાસ્તિકાય કે ચૌદ રાજલોક'નો પણ પ્રદર્શક છે. धम्मतित्थयरे :શ્રી “મહાનિસીપ' સૂત્રમાં “ધર્મતીર્થકર” અંગે નીચે પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. હે ગૌતમ ! પૂર્વે જેનો શબ્દાર્થ વર્ણવવામાં આવ્યો છે એવા જે કોઈ ધર્મતીર્થકર શ્રી અતિ ભગવંતો હોય છે તેઓ પરમપૂજ્યોના પણ પૂજયતર હોય છે; કારણ કે, તે સઘળાય નીચે જણાવેલા લક્ષણોથી લક્ષિત હોય છે. અચિન્ત, માપી ન શકાય, જેને કોઈની સાથે સરખાવી પણ ન શકાય, જેના સમાન બીજા કોઈ નથી એવા શ્રેષ્ઠતર ગુણોના સમૂહોથી યુક્ત તે ભગવંતો હોવાથી ત્રણે લોકના જીવોને મહાન કરતાંય મહાન-અતિમહાન-આનંદને તેઓ ઉત્પન્ન કરનારા હોય છે તેમ જ જન્માન્તરમાં એકઠો કરેલ જે વિશાલ પુણ્યનો સમૂહ તેનાથી ઉપાર્જિત કરેલ શ્રી તીર્થકર નામકર્મના ઉદયથી, જેવી રીતે દીર્ઘ ગ્રીષ્મઋતુના તાપથી અતિશય ખિન્ન બની ગયેલા મયૂરોના સમૂહો ને પ્રથમ મેઘ પોતાની શીતલ જલધારાથી શાંત કરે છે, તેવી રીતે ભવ્ય જીવોને પરમહિતોપદેશ આપવા વડે ગાઢ રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રસાદ, દુષ્ટ અને ક્લિષ્ટ અધ્યવસાયો આદિથી પેદા કરેલ તેમના અશુભ એવા જે ઘોર પાપકર્મો તે રૂપી તાપ અને સંતાપને શાંત કરે છે. તેઓ સકલ પદાર્થોના જ્ઞાતા હોય છે. અનેક જન્મોમાં એકઠો કરેલ જે મહાન પુણ્યનો સમૂહ તેનાથી ઉપાર્જિત કરેલ અતુલ બલ, અતુલ વીર્ય, અતુલ ઐશ્વર્ય, અતુલ સત્ત્વ અને અતુલ પરાક્રમથી તેમનો દેહ અધિતિ હોય છે. तेणं कालेणं तेणं समएणं गोयमा ! जे केइ पुव्ववावनियसद्दत्थे अरहंते भगवंते धम्मतित्थगरे भवेज्जा से णं परमपुज्जाणं पि पुज्जयरे भवेज्जा, जओ णं ते सव्वे वि एयलक्खणसमनिए भवेज्जा, तं जहा अचिंतअप्पमेयनिरुवमाणण्णसरिसपवरवरुत्तमगुणोहाहिट्ठियत्तेणं तिण्हं पि लोगाणं संजणियगुरुयमहतमाणसाणंदे, तहा य जम्मंतरसंचियगुरुपुण्णपब्भारसंविढत्ततित्थयरनामकम्मोदएणं दीहरगिम्हायवसंतावकिलंतसिहिउलाणं व पढमपाउसधाराभरवरिसंतघणसंधायमिव परमहिओवएसपयाणाइणा घणरागदोसमोहमिच्छत्ताविरइपमायदुट्ठकिलिट्ठज्झवसायाइसमज्जियासुहघोरपावकम्मायवसंतावस्स णिण्णासगे भव्वसत्ताणं सव्वन्नू अणेगजम्मंतरसंविदत्तगुरुयपुन्नपब्भाराइसयबलेणं समिज्जियाउलबलवीरिएसरियसत्तपस्कमाहिट्ठियतणू सुकंतदित्तचारुपायंगलग्गरूवाइसएणं सयलगहनखत्तचंदपंतीणं सूरिए इव पायंडप्पयावदसदिसिपयासविप्फुरंतकिरणपब्भारेणं णियतेयसा विच्छायगे सयलाण वि विज्जाहरामरीणं सदेवदाणविंदाणं सुरलोगाणं सोहग्गकतिदित्तिलावन्नरूवसमुदयसिरीए-साहावियकम्मक्खयजणियदिव्वकयपवरनिरुवमाणन्नसरिसविसेसाइसयाइसयलक्खणकलावविच्छड़परिदंसणेणं भवणवइवाणमंतरजोइसवेमाणियाहमिदसइंदच्छराकिन्नरणविज्जाहरस्स ससुरासुरस्सावि णं जगस्स 'अहो अहो अहो अज्ज अदिट्ठपुव्वं दिट्ठमम्हेहिं' इणमो सविसेसाउलमहंताचिंतपरमच्छेरयसंदोहं समगालमेवेगट्ठसमुइयं दिलृ ति तक्खणउप्पन्नघणनिरंतरबहलप्पमोया चिंतयंतो सहरिसपीयाणुरायवसपवियंभंताणुसमयअहिणवाहिणवपरिणामविसेसत्तेण महमहंतिपिरपरोप्पराणं विसायमुवगयहहहधीधित्थुअधन्नाऽपुन्ना वय मिइ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182