________________
૪૨
લોગસ્સસૂત્ર સ્વાધ્યાય મતાન્તર તરીકે “કેટલાક પુષ્પદંતને વિશેષ્ય માને છે અને સુવિધિને વિશેષણ માને છે” એ વાત ટાંકવામાં આવી છે. ૧૫ ગમે તે એકને વિશેષણ બનાવી બીજાને વિશેષ તરીકે લેવાય તેમાં વાંધો નથી. જે રીતે “લોગસ્સસૂત્ર'માં શ્રીસુવિધિનાથભગવંત માટે બે નામનો એક સાથે પ્રયોગ કરવામાં આવ્યો છે, તેવી જ રીતે શ્રી “સમવાયાંગ' સૂત્રમાં પણ તેવો જ પ્રયોગ કરવામાં
આવેલ છે. ૧
૧૨. પ્રશ્ન—‘લોગસ્સસૂત્ર'માં જે ચોવીસ અરિહંતભગવંતોને નામ-નિર્દેશપૂર્વક નમસ્કાર કરવામાં આવેલ છે, તે ચોવીસ જિનેન્દ્રોના નમસ્કારને સંક્ષિપ્ત તેમ જ વિસ્તૃત રીતે મંત્ર તરીકે પણ પૂર્વાચાર્યોએ નિર્દેશેલ છે તે વાત સત્ય છે ? અને તેનો ઉલ્લેખ ક્યાં પ્રાપ્ત થાય છે?
ઉત્તર–હા, તે વાત સત્ય છે. આચાર્ય શ્રી શાંતિસૂરિકૃત “બૃહત્સાત્તિમાં શ્રીઅરિહંત ભગવંતોની પુણ્યાહું વાચના માટે.
'ॐ पुण्याहं पुण्याहं प्रीयन्तां प्रीयन्तां भगवन्तोऽर्हन्तः सर्वज्ञाः सर्वदर्शिनस्त्रिलोकनाथास्त्रिलोकહતાંત્રિતોQત્રિનોવેશ્વરાત્રિતોડ્યોદ્યોતકરા:' આ વિશેષણોથી પીઠિકા બાંધીને “૩ ઋષમ
નત સંભવ.....વર્ધમાનાન્તા: નિનાદ શાન્તા-શાન્તિ: ભવન્તુ સ્વાહા'' ને શાંતિપાઠ તરીકે આપવામાં આવ્યો છે, તેથી એ મંત્ર-પાઠ છે.
- આ પાઠ સર્વ તીર્થકરોના નામગ્રહણપૂર્વક હોવાથી લોગસ્સસૂત્રની બીજી, ત્રીજી અને ચોથી ગાથાની જેમ વિસ્તારપૂર્વક નામનિર્દેશ કરે છે, તે મંત્રાત્મક છે. તદુપરાંત :
કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ યોગશાસ્ત્રના આઠમા પ્રકાશના શ્લો. ૭૨ના વિવરણમાં આ વાત જણાવતાં લખ્યું છે કે –“શ્રીમકૃપમાદ્રિવર્ધમાનાર્નેગો નમો નમ:' આ મંત્રનું કર્મોના સમૂહની શાંતિ માટે ચિંતન કરવું. આ મંત્રમાં પ્રથમ અને ચરમ તીર્થંકરના નામકરણથી ‘મદ્યન્તયોર્જને Tધ્યસ્થાપિ પ્રમ્' એ ન્યાયે ચોવીસે ય તીર્થકરોનો નિર્દેશ થઈ જાય છે.
૧૩. પ્રશ્ન—દરેક ઉત્સર્પિણી તથા અવસર્પિણીમાં ચોવીસ તીર્થંકરો જ હોય છે આનો હેતુ શો ?
ઉત્તર—દરેક ઉત્સર્પિણી તથા અવસર્પિણીમાં શ્રીજિનેશ્વરભગવંત જેવા ત્રણ લોકના નાથને જન્મવા લાયકનો સાત ગ્રહ ઊંચાવાળો સમય ચોવીસ જ વખત આવે છે, તેથી જ દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ચોવીસ ચોવીસ જ તીર્થંકરો થાય છે.
સિદ્ધચક્ર પાક્ષિક, વર્ષ-૧, અંક ૯, પૃ. ૨૧૦.
૧૫. અત્રે આવું નામ, સુવિદિ ૨ વિશ્લેસાં રેંતિ | ૧૬. સુવિદિસ્ત vi પુષ્મવંતા મરદો છત્નસીરૂ TVTI
–ચે. વ. મ. ભા., ગા. ૫૭૩, પૃ. ૧૦૪ -સમવાયાંગસૂત્ર, સૂત્ર ૮૬, ૫. ૯૨ આ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org